- ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે અને કંગના રણૌત આમને સામને
- ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કંગના પર સાધ્યું હતું નિશાન
- કંગના રણૌતે ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને આપ્યો જવાબ
ન્યૂઝ ડેસ્કઃ અભિનેત્રી કંગના રણૌતે એક પછી એક મુખ્યપ્રધાન પર નિશાન સાધ્યું છે. જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દશેરા રેલી દરમિયાન કંગના રણૌતના પીઓકેવાળા નિવેદન અંગે ટિપ્પણી કરી હતી. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, મુંબઈને ડ્રગ્સનું હબ કહીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને એ ખબર નથી કે ગાંજાની ખેતી થાય છે ક્યાં. તેમણે હિમાચલ પ્રદેશ તરફ ઈશારો કરતા કહ્યું હતું. એટલે કંગનાએ ઉદ્ધવ ઠાકરેને જડબાતોડ જવાબ આપ્યો છે.