ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મુંબઇ એરપોર્ટથી પોતાના ઘરે પહોંચી અભિનેત્રી કંગના - કંગના રનૌત શિવશેના વિવાદ

કોરોનો વાઇરસનો નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ અભિનેત્રી કંગના રનૌત મુંબઈ આવી પહોંચી છે અને સુરક્ષા સાથે કંગના રનૌત મુંબઇ સ્થિત પોતાના ઘરે પહોંચી છે.

કંગના
કંગના

By

Published : Sep 9, 2020, 3:38 PM IST

Updated : Sep 9, 2020, 4:08 PM IST

મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતનો બીજો કોરોના વાઇરસ ટેસ્ટ રિપોર્ટ નકારાત્મક આવ્યો છે, હાલ અભિનેત્રી મુંબઇ સ્થિત પોતાના ઘરે પહોંચી ગઇ છે.

દરમિયાન બુધવારે BMCએ કથિત અનધિકૃત ફેરફારો / એક્સ્ટેંશન માટે કંગનાની ઓફિસને તોડી પાડવાનું શરૂ કર્યું હતું.

કંગનાએ ઓફિસની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં મુંબઈ પોલીસના કેટલાક પોલીસકર્મીઓ અને સિવિલ ડ્રેસમાં લોકો જોવા મળી રહ્યા છે. કંગનાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, 'પાકિસ્તાન... #deathofDemocracy'.

કંગનાએ પોતાના વેરિફાઇડ એકાઉન્ટ દ્વારા લખ્યું કે, "મારા મકાનમાં ગેરકાયદેસર બાંધકામ નથી, સરકારે પણ 30 સપ્ટેમ્બર સુધી કોવિડ દરમિયાન કોઇ તોડફોડ પર પ્રતિબંધ મૂક્યો છે."

માર્ચમાં લોકડાઉન શરૂ થયા બાદ કંગના તેના વતન મનાલીમાં હતી. તે મંગળવારે સાંજે મનાલીથી નીકળી ગઇ હતી અને તે રાત્રે મંડી જિલ્લાના તેમના પૂર્વજોના ગામમાં રાત વિતાવી હતી.

Last Updated : Sep 9, 2020, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details