કંગનાને તેમના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં કંગના કહ્યું કે, લગ્ન એક જવાબદારી છે. જેના માટે તે હાલ તૈયાર નથી. કારણ કે, શરૂઆતથી તેમનું જીવન સંઘર્ષમય રહ્યું હતું અને કરિયર માટે ખૂબ જ મહેનત કરી છે.
કંગના રનૌતે પોતાના લગ્નને લઇ કર્યો ખૂલાસો, જવાબમાં કહ્યું કે... - કંગના રનૌત
મુંબઇઃ બૉલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના લગ્નને લઇ મોટો ખૂલાસો કર્યો છે. તમને જણાવી દઇએ કે, બૉલીવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે, બૉલીવૂડની દરેક મશહૂર ગર્લ લગ્નગ્રંથીથી જોડાઇ છે. ત્યારે હવે લોકોની નજર ફેશન ગર્લ કંગના રનૌત પર અટકી છે.
panga movie
જાન્યુઆરીમાં રિલિઝ થઇ રહી છે ‘પંગા’
તમને જણાવી દઇએ કે, કંગનાની આગામી ફિલ્મ પંગાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે શાદીશુદા મહિલાનો અભિનય કરી રહી છે. ફિલ્મમાં તેમને 8 વર્ષનું બાળક પણ છે. ફિલ્મમાં કંગનાએ જણાવ્યું કે, કેવી રીતે એક માં પોતાના ઘરને સંભાળતા સંભાળતા કરિયરમાં પણ આગળ વધે છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલિઝ થઇ રહી છે.