ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જજમેન્ટલ હૈ ક્યાની પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે કંગના બાખડી પડી - Gujarat

મુંબઇ: જજમેન્ટલ હૈ ક્યા ફિલ્મનું ટ્રેલર રિલીઝ બાદ તે ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં કંગના તથા રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ગીત લોન્ચીંગ દરમિયાન ફિલ્મના અભિનેતા રાજકુમાર તથા અભિનેત્રી કંગના રનૌત સાથે ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂર પણ હાજર હતી.

ફાઇલ ફોટો

By

Published : Jul 8, 2019, 10:55 AM IST

જજમેન્ટલ હૈ ક્યા ફિલ્મની પત્રકાર પરિષદમાં ફિલ્મના સભ્યો પહોંચ્યા હતા.આ પત્રકાર પરિષદમાં પહેલા તો ગીત તથા ફિલ્મને લઇ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. પરતું થોડા જ સમયમાં કંગનાને એક પત્રકાર સાથે બોલાચાલી શરૂ થઇ હતી. આ ઇવેન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જ્યારે પત્રકારે પ્રશ્ન પુછવા માટે તેનું નામ કહ્યું તો કંગના તેના પર વરસી પડી હતી. કંગનાએ પ્રશ્નનો જવાબ આપતા પહેલા એક જૂના સમાચારને લઇ તે પત્રકાર પર વરસી પડી હતી. કંગનાએ કહ્યું કે ફિલ્મ મણિકર્ણિકાના વિરૂદ્ધ પત્રકારે લખ્યું હતું. તો બીજી બાજુ રિપોર્ટરે તેની સ્પષ્ટતા આપી પરંતું કંગનાએ તેની એક પણ વાતો ન સાંભળી.

આ બાબતને શાંત કરવા જ્યારે સંચાલકો સામે આવ્યા તો બીજા પત્રકારો પણ રોષમાં આવી ગયા હતા.આ પછી કંગનાએ કહ્યું કે, રિપોર્ટરે મણિકર્ણિકાના ઇન્ટરવ્યુ માટે મારાથી કુલ 3 કલાકનો સમય લીધો હતો.આ બાદ કંગનાએ કહ્યું કે રિપોર્ટર મને મેસેજ પણ મોકલતો હતો. તેના જવાબમાં પત્રકારે કહ્યું કે મેં તમને ક્યારેય પણ પર્સનલ મેસેજ નથી કર્યા. રિપોર્ટેરે કહ્યું જો મે મેસેજ મોક્યા હોય તો સ્ક્રીનશોર્ટ બતાવો. તેના જાવબમાં કંગનાએ કહ્યું કે હુ ચોક્કસથી બતાવીશ.


જે બાદ રાજકુમારે આ સમગ્ર બાબતને શાંત કરવા પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે હાલ જે કરવા આવ્યા છીએ એના પર ધ્યાન આપવું જોઇએ. જણાવી દઇએ કે આ ફિલ્મ જુલાઇ માસમાં રિલીસ્ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details