મુંબઈઃ કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'પંગા' આગામી શુક્રવારે રિલીઝ થઈ રહી છે. કંગના હાલ ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે. તાજેતરમાં એક પ્રમોશન કાર્યક્રમ માટે કંગના પહોંચી હતી. જ્યાં તેણે કહ્યું હતું કે, વિરાટ કોહલી નીડર ખેલાડી છે.
કંગનાએ કોહલીને કર્યા વખાણ, કહ્યું- હું 'પંગા ક્વિન', વિરાટ ટીમ ઈન્ડિયાનો 'પંગા કિંગ' - વિરાટ કોહલી
બૉલિવૂડ ક્વિન કંગના રનૌતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નીડર ખેલાડી કહ્યો છે. અભિનેત્રીએ ખાનગી ચેનલની એક વાતચીત વિરાટ વિશે વાત કરતા કહ્યું કે, આ વખતે બંને એક દિવસે જ 'પંગા' લેશું, હું થિયેટરમાં અને વિરાટ ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં. જે જોવું ખુબ જ રસપ્રદ રહેશે.
આ સાથે પોતાની ફિલ્મ 'પંગા'નો પ્રચાર કરતાં કંગનાએ વિરાટ વિશે કહ્યું કે, 'હું પંગા ક્વિન છું અને ટીમ ઈન્ડિયાના પંગા કિંગ નિશ્ચિત રુપે વિરાટ કોહલી જ છે. તે નીડર છે. તમામ પડકારોનો સામનો કરવા હંમેશા તૈયાર હોય છે. આ વખતે અમે બંને સાથે પંગા લેશું, હું થિયેટરમાં અને વિરાટ ન્યુઝીલેન્ડ સામે તેના ક્રિકેટ મેદાનમાં. જે ખુબ જ રસપ્રદ રહેશે.
મહત્વનું છે કે, અશ્વિની અય્યર તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પંગ'માં કંગના સહિત નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા અને જસ્સી ગીલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા કબડ્ડી ખેલાડીની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે. જો કે, તે જ દિવસે વરુણ શ્રદ્ધાની 'સ્ટ્રીટ ડાન્સર 3D' પણ રિલીઝ થશે.