ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના રનૌત વિશેષ સુરક્ષા સાથે પોતાના ઘરે મનાલી જવા મુંબઈથી રવાના - કગંના રનૌત ન્યૂઝ

અભિનેત્રી કંગના રનૌત વિશેષ સુરક્ષા સાથે મુંબઈથી પોતાના ઘરે મનાલી જવા માટે રવાના થઈ છે.

kangna Ranaut
kangna Ranaut

By

Published : Sep 14, 2020, 9:07 AM IST

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત સીઆરપીએફની વિશેષ સુરક્ષા સાથે મુંબઈથી મનાલી પરત ફરી રહી છે. કંગનાએ કહ્યું હતું કે તેને મુંબઈ પોલીસના બદલે હિમાચલ તરફથી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. જે બાદ હિમાચલ સરકારે કંગનાને સુરક્ષા પુરી પાડી હતી.

રવિવારે કંગનાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની ચિંતાઓ અંગે વાત કરી હતી.

રાજ્યપાલ કોશ્યારીને મળ્યા બાદ કંગનાએ કહ્યું હતું કે તે રાજનીતિજ્ઞ નથી અને ના તો તેને રાજનીતિ સાથે કોઈ લેવા દેવાં છે. તેણીએ એક નાગરીક તરીકે જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. કંગનાએ કહ્યું કે રાજ્યપાલે મારી સાથે પોતાની દિકરી જેમ જ વાત કરી હતી અને મને સહાનુભૂતિ આપી.

આપને જણાવી દઈએ કે કંગના અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે વાક્ યુદ્ધ થયું હતું. ત્યાર બાદ કંગનાની ઓફિસ પર બીએમસી દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેને લઈ પણ ભારે વિવાદ થયો છે.

ABOUT THE AUTHOR

...view details