ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અશ્વિની અય્યર તિવારીએ કંગનાને આપ્યું સરપ્રાઇઝ, કહ્યું- "હગ તો બનતા હૈ" - થલાઇવી

અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ "પંગા"ની નિર્માતા અશ્વિની અય્યર તિવારીએ સરપ્રાઇઝ આપ્યું હતું. તેણે કંગનાને "થલાઇવી"ની સેટ પર સરપ્રાઇઝ આપ્યું હતું. અશ્વિનીએ કહ્યું કે, કંગનાને એક હગની જરૂર હતી.

અશ્વિની અય્યર તિવારીએ કંગનાને આપ્યું સરપ્રાઇઝ
અશ્વિની અય્યર તિવારીએ કંગનાને આપ્યું સરપ્રાઇઝ

By

Published : Feb 2, 2020, 1:20 PM IST

મુંબઇ: "પંગા" ફિલ્મની નિર્દેશક અશ્વિની અય્યર તિવારી પોતાની દોસ્ત કંગનાથી મળવા માટે તેની અપકમિંગ ફિલ્મ "થલાઇવી"ના સેટ પર પહોંચી હતી.

અશ્વિનીએ આ મુલાકાતની ફોટો પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો હતો. તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, "કારણ કે મારી આ મેહનતું મિત્રને એક હગની જરૂર હતી, તેથી મેં તેને સરપ્રાઇઝ આપ્યું હતું." આ ફોટોમાં કંગના પોતાની આગામી ફિલ્મના લુકમાં જોવા મળી હતી. તસવીરમાં તેઓ બન્ને વાત કરી રહ્યા છે. 2016માં રિલીઝ "નિલ બટે સન્નાટા"ની સાથે બોલિવૂડમાં પ્રવેશ કરનાર અશ્વિનીને હાલમાં જ 2020ના તેની ફિલ્મ "પંગા"નું નિર્દેશન કર્યું હતું. જેમાં કંગના અને જસ્સી ગિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને ઋચા ચઠ્ઠા સહાયક પાત્રમાં છે. જોકે અત્યાર સુધીમાં ફિલ્મ ફક્ત 22 કરોડનું જ કલેક્શન કરી શકી છે.

ABOUT THE AUTHOR

...view details