મુંબઇ : કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી લોકોમાં કોરોના વાઇરસ વિશે જાગૃતિ ફેલાવી રહી છે. તેમણે તાજેતરમાં કોરોના સામેના યુદ્ધમાં ફિલ્મ કર્મચારીઓ માટે દાન પણ આપ્યું છે.જણાવી દઈએ કે કંગના લોકડાઉન પહેલા થલાઇવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મમાં તે તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.
જો કે, કોરોના વાઇરસના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે જેના કારણે આ ફિલ્મના રોજિંદા કામદારોને સૌથી વધુ નુકસાન સહન કરવો પડ્યો છે. આથી જ કંગનાએ આ ફિલ્મ સાથે સંકળાયેલા સ્ટાફ માટે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય તેણે ફિલ્મ કર્મચારી ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા કોરોના રિલીફ ફંડમાં 5 લાખ રૂપિયા દાનમાં પણ આપ્યું છે.