અભિનેત્રી કંગના હાલ તેની ફિલ્મ ‘પંગા’ને લઇ ચર્ચામાં છે, ત્યારે કંગના બહેનની રંગોલી ચંદેલે ટ્વીટ કર્યું હતું કે, આ ફિલ્મમાં તેણે માની આટલી ઉત્તમ ભૂમિકા કેવી રીતે ભજવી? ત્યારે કંગનાએ જવાબ આપતાં લખ્યું હતું કે, "માને સમજવા માટે મા બનવાની જરૂર નથી. જ્યારે તમે બાળક બનીને વિચારો છો ત્યારે તમને આપોઆપ માની ભૂમિકા અને તેનું મહત્વ સમજાય છે. ‘પંગા’ ફિલ્મ હું આપણી મા આશા રનૌતને સમર્પિત કરું છું."
કંગનાએ ‘પંગા’ ફિલ્મ માતા આશા રેનૌતને કરી સમર્પિત
મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રેનૌતની આવનારી ફિલ્મ ‘પંગા’માં તે એક માની ભૂમિકામાં જોવા મળશે. આ પાત્ર અંગે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે, "માને સમજવા માટે બાળક બનવાની જરૂર છે. હું મારા આ પાત્રને મારી માને સમર્પિત કરું છું."
ઉલ્લેખનીય છે કે, ફિલ્મના નિર્માતાઓએ સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ હતું. જેમાં કંગના જયા નિગમની ભૂમિકામાં જોવા મળી હતી. જે એક સમયે ભારતીય કબડ્ડી ટીમના કપ્તાન હતા. પરંતુ લગ્નના કારણે તેમને કબડ્ડી છોડી દીધી હતી અને રેલ્વે વિભાગમાં કામ કરનારા એક આદર્શ ગૃહિણી તરીકે જીવન જીવતા હતા. તે દરમિયાન તેમને ભાસ થયો કે, તેમને કબડ્ડીના ખેલાડી તરીકે કોઈ ઓળખતું નથી, ત્યારે તેમને ફરીથી પોતાની ઓળખ ઉભી કરવાનું નક્કી કર્યુ અને ફરીથી શરૂઆત કરી હતી.
ફિલ્મમાં જયાની સફર દર્શાવવામાં આવી છે. જેમાં પત્ની અને માની ભૂમિકાના પડાકરો દર્શાવવામાં આવ્યાં છે. આ ફિલ્મ અશ્વિની અય્યરના દિગ્દર્શક હેઠળ બની છે. જે 24 જાન્યુઆરી, 2020 ના રોજ રીલિઝ થશે.