ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગનાનો નવો ધડાકોઃ ચીનથી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો - ચીનમાંથી એકાઉન્ટ હેક

બોલીવૂડ અભિનેત્રી કંગના રાણાવત થોડાક દિવસથી લોપ્રોફાઈલ જોવા મળતી હતી. ત્યાં તેણે નવો ધડાકો કર્યો છે અને દાવો (Kangana claims) કર્યો છે કે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કંગનાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, ચીનથી તેનું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Kangana
Kangana

By

Published : Aug 18, 2021, 8:44 PM IST

  • અભિનેત્રી કંગના રાણાવતનો ચોંકાવનારો દાવો
  • તેનું સોશિયલ મીડિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાનો દાવો કર્યો
  • ચીનમાંથી તેનું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ થયો

ન્યૂઝ ડેસ્ક: કંગના રાણાવત અને વિવાદ એકમેક સાથે એક સિક્કાની બે બાજુ જેવા છે. કંગનાએ વધુ એક વિવાદી મામલે દાવો કર્યો છે. તેણે પોતાની તાજેતરની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Kangana's Instagram account hacked) મંગળવારે રાત્રે હેક થયું હતું. તેણે આ વાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે. જેમાં તેણે લખ્યું છે કે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જેથી તેણે ઇન્સ્ટાગ્રામના લોકોને બોલાવ્યાં હતાં. આ પછી તે પોતાનું એકાઉન્ટ એક્સેસ કરી શકી હતી. કંગનાના દાવા પ્રમાણે તાલિબાન પર પોસ્ટ કર્યા બાદ તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.

કંગનાનો દાવો છે કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચીનથી હેક થયું હતું

આ પણ વાંચો: કોરોના મુક્ત થયા બાદ કંગના રનૌતે લોકોને આ અપીલ કરી

આ એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે: કંગના

કંગના રાણાવતે લખ્યું છે કે, "મંગળવારે રાત્રે મને ઈન્સ્ટાગ્રામ એલર્ટ મળ્યું કે, કોઈએ ચીનથી મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. ચેતવણી અચાનક બંધ થઈ ગઈ અને બુધવારે સવારે તાલિબાન વિશેની મારી બધી સ્ટોરી ન હતી. મારું ખાતું બંધ હતું. હું ઇન્સ્ટાગ્રામના લોકોને ફોન કરીને તેની એક્સેસ મેળવી શકી હતી પરંતુ હજુ પણ હું કંઇક ટાઇપ કરવાનો પ્રયાસ કરું છું તો વારંવાર બહાર નીકળી જવાનું બની રહ્યું છે. આ સ્ટોરી લખવા માટે પણ મારે મારી બહેનનો ફોન લેવો પડ્યો છે. કારણ કે મારું એકાઉન્ટ તેના ફોનમાં પણ ઓપન છે. આ એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે. ”

ABOUT THE AUTHOR

...view details