ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જૂના ફોટાનો ઉપયોગ કરી પૈસા કમાઈ રહી છે સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ: કંગના રનૌત - કંગના રૈનોત

કંગના રેનૌતે ફેમસ કોસ્ટ્યુમ સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ અદજાનિયા પર નિશાન સાધ્યું છે. કંગનાએ તેના પર બેન કરવા છતાં તેના ફોટાનો ઉપયોગ કરીને પોતાનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

Etv Bharat, Gujarati News, Kangana Ranaut
Kangana Ranaut

By

Published : Jun 22, 2020, 11:54 AM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રેનૌત પોતાની બેબાકી માટે જાણીતી છે. નેપોટિઝ્મ પર ખુલીને વાત કરનારી કંગનાએ હવે ફેમસ કોસ્ટ્યૂમ સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ અદજાનિયા પર નિશાન સાધ્યું હતું. અનાઇતા વોગ ઇન્ડિયાની નિર્દેશક પણ છે. કંગનાએ તેના પર તેમણે બેન કરવા છતાં તેના ફોટાનો ઉપયોગ કરીને પોતાનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

કંગના રૈનોતનું ટ્વીટ

કંગનાની ટીમ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વોગ ઇન્ડિયાએ કંગનાને બેન કરી હતી, કારણ કે, અનાઇતા અદજાનિયા કરણ જોહરની ખૂબ જ નજીકની છે.

કંગનાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 'વર્ષ 2008માં મારી ફિલ્મ ફેશન રીલિઝ થઇ હતી. જે દરમિયાન વોગે પ્રિયંકા ચોપડાની સાથે એક કવર કર્યું અને પોતાના કવરમાં મને રાખવાની મનાઇ કરી હતી. તેમણે કહ્યું કે, હું એક એ-લિસ્ટર નથી. વર્ષ 2014માં વોગે એક કવર માટે મારો સંપર્ક કર્યો, પરંતુ અનાઇતાએ મને સ્ટાઇલ કરવાની મનાઇ કરી હતી અને પોતાની સહયોગીને મોકલી હતી. તેમણે મુકેશ મિલ્સમાં તેનું શૂટિંગ કર્યું હતું.'

તે આગળ કહે છે કે, વર્ષ 2015માં અચાનક જ્યારે તે ટોપ પર પહોંચી, તો તેણે મને કહ્યું કે, જો હું તેમની સાથે કવર કરવા ઇચ્છું તો તે મને તેના બ્યૂટી એવોર્ડ્સમાં પણ સામેલ થવું જોઇએ. તે માટે અન્ય ફિલ્મી સ્ટાર્સની જેમ મને પણ અનુરોધ કર્યો હતો અને હું પણ વોગની સાથે એક કવર સ્ટોરી માટે આઉટડોર શૂટ કરવા ઇચ્છતી હતી. મેં તેને અનુરોધ કર્યો કે, અનાઇતા મને સ્ટાઇલ કરે, તેમણે મને વચન પણ આપ્યું, પરંતુ ફરીથી છેલ્લીવારની જેમ મુકેશ મિલ્સમાં શૂટિંગ કર્યું અને જ્યારે મેં કપડાના ફિટિંગ વિશે પૂછ્યું તો તેમણે મને કહ્યું કે, જો તમે ઇચ્છો છો કે, અનાઇતા તમને સ્ટાઇલ કરે, તો તે સીધી લોકેશન પર આવતી, તમારા માટે કોઇ ફિટિંગ્સ નથી. જે ખૂબ જ ચોંકાવનારું વર્તન હતું.

કંગનાએ કહ્યું કે, મને ખૂબ જ અપમાનજનક મહેસુસ થયું હતું. મેં તેની સાથે બે કવર કર્યા હતા.

આગળ તેણીએ કહ્યું કે, મણિકર્ણિકા દરમિયાન મેં તેમના હેડ એલેક્સ સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે, મારે મારી ફિલ્મનો પ્રચાર કરવો છે, તો હું તેમની સાથે કવર કરવા ઇચ્છું છું. તેમણે મને અમુક ફેવર માગ્યા જેવા કે, બ્યુટી એવોર્ડ્સમાં સામેલ થવું અને આગામી મેગેઝિન કવર માટે શૂટ કરવું, પરંતુ મારા કોઇપણ ફિલ્મના પ્રચાર માટે તેમણે મને વચન આપ્યું નથી કે, વોગની કવર સ્ટોરીને શૂટ કરવાથી મનાઇ કરી હતી. પરંતુ મેં જોયું કે, તે પોતે પ્રચાર માટે મારા ફોટાઓ અને વીડિયોઝનો ઉપયોગ કરી રહી છે, શું તે સાચું છે?, શું તે બંને માટે લાભકારી છે?

કંગનાની ટીમે સોશિયલ મીડિયા પર અનાઇતા પર અભિનેત્રીને બેન કરવાનો આરોપ લગાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details