મુંબઇ: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને આખો દેશ ઉત્સાહિત છે. બોલિવુડ સ્ટાર્સ પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ખાસ પ્રસંગે, ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા રામ મંદિરના ભૂમિપૂજનને વધાવ્યું હતું.
લતા મંગેશકરે ટ્વિટ કરતા લખ્યું કે, 'નમસ્કાર... આખી દુનિયાના રામ ભક્તોનું આજે અધૂરું સ્વપ્ન સાકાર થયું છે. ઘણા વર્ષોના વનવાસ બાદ આજે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ફરી બનાવવામાં આવી રહ્યું છે. શિલાન્યાસ થવા જઇ રહ્યું છે...આનો શ્રેય માનીયય લાલાકૃષ્ણ અડવાણીને જાય છે, કારણે કે તેમણે આ મુદ્દેથી લઇ રથ યાત્રા કરી હતી અને લોકોને જાગૃત કર્યા હતા.આ શ્રેય માનનીય બાલાસાહેબ ઠાકરેને જાય છે. લતા મંગેશકરે આ સિવાય વડાપ્રધાન મોદીનું આભાર માન્યો હતો.
કંગના રનૌતની ટીમે ટ્વિટ કર્યું હતું કે, "શ્રી રામે બીજાના સારા માટે આત્મ બલિદાનનો ઉચ્ચતમ ઉદાહરણ આપ્યો છે, ફક્ત નશ્વર શરીર જ મૃત્યુ પામે છે.."બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, "આજે ભારત રામના રાજ્યમાં ગૌરવપૂર્ણ સંસ્કૃતિ સ્થાપિત કરી રહ્યુ છે. જ્યાં રામ ફક્ત રાજા જ નહીં પરંતુ જીવનશૈલી છે."
તો શત્રુઘ્ન સિંહાએ લખ્યું, 'જય શ્રી રામ! મુંબઈમાં અમારું ઘર 'રામાયણ' તરીકે ઓળખાય છે, તેથી અમારું કુટુંબ સાચે જ 'રામાયણ વાસી' છે. આ સાથે જ શત્રુઘ્ન સિંહાએ જૂના એક સિક્કાઓની તસવીર શેર કરી છે. એક તરફ રામ દરબાર છે, બીજી બાજુ કમળનું ફૂલ છે.શત્રુઘ્ન સિંહાએ આગળ લખ્યું કે, 'આ એક યોગાનુયોગ કહેવાશે કે વર્ષ 1818 માં, ત્યાં 2 આનાનો સિક્કો હતો, એક તરફ રામદરબાર લખેલું હતું અને બીજી બાજુ કમળનું ફૂલ હતું. એવું લાગે છે કે જાણે કોઈ સંદેશ હતો કે જ્યારે કમળની સત્તા આવશે, ત્યારે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે."