ચેન્નઈ: અભિનેતા-રાજનેતા કમલ હસને કોરોના વાઇરસ મહામારી દરમિયાન લોકોની સાર-સંભાળ રાખવા માટે CISFના જવાનોનો આભાર વ્યક્ત કર્યો છે.
કમલ હસને CISF જવાનોને આપી સલામી, જાણો કારણ... - અભિનેતા-રાજનેતા કમલ હસન
કમલ હસને એક સ્પેશિયલ વીડિયોમાં CISFના જવાનોને કોરોના મહામારીમાં નિસ્વાર્થ ભાવે સેવા માટે સલામી આપી છે. આ સાથે જ તેમણે પોતાની સુરક્ષા માટે દિશા-નિર્દેશોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
કમલ હસને CISF જવાનોને આપી સલામી, જાણો કારણ
હિન્દીમાં CISFના જવાનોને સંબોધન કરનારા એક ખાસ વીડિયોમાં કલમ હસન તેમને આકરી મહેનત માટે સલામ કરે છે. આ સાથે જ અભિનેતા જવાનોને ઘાતક કોરોના વાઇરસથી બચવા માટે દિશા-નિર્દેશોનું પાલન કરવા અનુરોધ પણ કરે છે.
કમલ હસને કહ્યું કે, તમે તમામ CISF જવાનો એરપોર્ટ પર દેશના નાગરિકોની સુરક્ષા કરવા માટે સારી ડ્યુટી કરો છો. તમે તમામ જવાન દેશના લોકોની સુરક્ષા સાથે આ મહામારીમાં તમારી સુરક્ષાનું ધ્યાન રાખજો. જય હિન્દ.