મુંબઇઃ સમગ્ર દેશમાં ચાલી રહેલા લૉકડાઉનને કારણે આજકાલ બૉલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જેનાથી પોતાના ફેન્સ તેની સાથે સરળતાથી જોડાઇ શકે છે.
સ્ટાર્સ પણ પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઇફથી જોડાયેલી જાણકારીઓ શેર કરતા હોય છે.

અભિનેત્રી કાજોલે પણ ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયન ફૉલોઅર્સ થવાની ખુશી એક અલગ જ અંદાજમાં વ્યક્ત કરી હતી.
કાજોલે કભી ખુશી કભી ગમ ફિલ્મનો એક સીન શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયન ફૉલોઅર્સ થવાની ખુશી વ્યક્ત કરી હતી. આ વીડિયોમાં તે ઢોલની સાથે નાચતી જોવા મળી રહી છે અને તેની સાથે કૈપ્શનમાં લખ્યું કે, 'આ ખુશી મારા ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ માટે છે જેમણે મને રીલ અને રિયલ પાત્રમાં આટલો પ્રેમ આપ્યો છે.'
આ પોસ્ટ પર પણ કાજોલના વખાણ કરવામાં આવી રહ્યા છે. એક ફેને કહ્યું કે, તમે એક શાનદાર મહિલાની સાથે-સાથે શાનદાર અભિનેત્રી છો. એક ફેને કહ્યું કે, આ રીતે જશ્ન માત્ર તમે જ મનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ફેને કાજોલના વખાણ કરતાં કહ્યું કે, તમારા જેવા એક્ટ્રેસને કોઇ માત આપી શકે નહીં.