ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મીડિયાએ ન્યાસાથી થોડુ અંતર રાખવું જોઈએઃ કાજોલ - Ajay devgan

મુંબઈઃ બૉલીવુડ સ્ટાર સિંઘમ અને કાજોલની પુત્રી ન્યાસાના હિન્દી ફિલ્મમાં ડેબ્યુ અંગે સવાલ પુછતાં માતા કાજોલે કડક પ્રતિક્રિયા આપી છે. કાજોલે કહ્યું કે, મીડિયા અને અન્ય લોકોએ ન્યાસાથી થોડુ અંતર રાખવું જોઈએ અને તેણીને સ્પેસ આપવી જોઈએ. કાજોલે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એક્સીલેન્સ અવોર્ડ 2019માં મીડિયા સામે રુબરુ વાત કરી હતી.

માતા કાજોલ સાથે ન્યાસા

By

Published : Apr 22, 2019, 2:09 PM IST

સ્ટાર કપલ અજય અને કાજોલ હંમેશા એ કહેતાં જોવા મળે છે કે, માતા-પિતા સ્ટાર્સ હોવાને કારણે બાળકોને બહુ બધું સહન કરવું પડે છે. તાજેતરમાં 'ટોટલ ધમાલ'ના પ્રમોશન દરમિયાન અજય દેવગણે કહ્યું હતું કે, તેમની પત્ની કાજોલ સ્ટાર હોવાથી તેણીની જીંદગી પર નજર રાખવામાં આવે પરંતું તેના બાળકો માટે આ પ્રકારની ધારણા અનુચિત છે.

માતા કાજોલ સાથે ન્યાસા
પિતા અજય દેવગણ સાથે ન્યાસા

તો ન્યાસા અંગે કાજોલે કહ્યું હતું કે, "તે હજી 16 વર્ષની છે. મારા ખ્યાલ મુજબ તમારે (મીડિયાએ) તેને સ્પેસ આપવી જોઈએ. હાલમાં જ તેણીએ 16મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તે અત્યારે 10મી ધોરણમાં છે અને બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહી છે."



ABOUT THE AUTHOR

...view details