ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ પર DDLJ લુક શેર કર્યો - kajol lockdown post

અભિનેત્રી કાજોલે સોશિયલ મીડિયામાં પોતાનો DDLJ લુક શેર કરતા જૂની યાદોને વાગોળી હતી.

કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ પર DDLJ લુક શેર કર્યો
કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ પર DDLJ લુક શેર કર્યો

By

Published : Jun 2, 2020, 5:30 PM IST

મુંબઈ: અભિનેત્રી કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં 1995ની બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનો લુક શેર કર્યો હતો. જેમાં તે લીલા રંગનો લેહંગો પહેરીને ‘મેહંદી લગા કે રખના’ ગીતમાં નાચતી જોવા મળી હતી.

કેપ્શનમાં તેણે લખ્યું,"એ દિવસોને યાદ કરી રહી છું જ્યારે આપણે સૌ તૈયાર થઇ બહાર જતા હતા."

દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ફિલ્મ દ્વારા બોલિવૂડમાં NRI રોમાન્સનો એક અલગ જ ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ફિલ્મમાં શાહરૂખ મુખ્ય ભૂમિકામાં હતો. અને આ ફિલ્મ દ્વારા આદિત્ય ચોપરા એ દિગ્દર્શક તરીકે તેની કારકિર્દી ની શરૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details