ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કાજોલે હેશટેગ આસ્કકાજોલ સેશનનું આયોજન કર્યું - કાજોલે હેશટેગ આસ્કકાજોલ સેશનનું આયોજન કર્યું

કાજોલ અને શાહરૂખ ખાનની કેમિસ્ટ્રી તેમના દર્શકો ખૂબ પસંદ કરે છે. લોકડાઉનમાં કાજોલે ટ્વિટર પર ચાહકો સાથે હેશટેગ આસ્કકાજોલ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં ચાહકો તેમને પ્રશ્નો પૂછી શકે છે. એક પ્રશંસકે તેમને પૂછ્યું કે શાહરૂખામાં સૌથી વધુ શું ગમે છે અને આના પર કાજોલે કહ્યું કે, "તેમની ગજબની એનર્જી ".

કાજોલે હેશટેગ આસ્કકાજોલ સેશનનું આયોજન કર્યું
કાજોલે હેશટેગ આસ્કકાજોલ સેશનનું આયોજન કર્યું

By

Published : May 4, 2020, 4:57 PM IST

મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી કાજોલ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એનર્જીની ખૂબ મોટી ફેન છે.રવિવારે, કાજોલે ટ્વિટર પર હેશટેગ આસ્કકાજોલ સેશનનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત તેણે તેના પ્રશંસકોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

આ દરમિયાન એક યૂઝરે તેમને પૂછ્યું કે શાહરૂખની કઇ વસ્તુ તેમને પસંદ છે, જેના જવાબ પર કાજોલે કહ્યું કે, "તેની ગજબની એનર્જી." કાજોલે શાહરૂખ સાથે 'બાઝીગર', 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ' અને 'માય નેમ ઇઝ ખાન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

બીજા યૂઝર્સે તેમની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ના બંને સ્ટાર્સની તસવીર શેર કરી હતી, જેમાં કાજોલે લખ્યું હતું, "યાદો અને મિત્રો, બે શબ્દો."

ABOUT THE AUTHOR

...view details