ગુજરાત

gujarat

Kaitrina Kaif Upcoming Film Shooting start: કેટરીના કૈફે પતિ વિકી સાથે હોળી મનાવી શૂટિંગનો કર્યો પ્રારંભ

By

Published : Mar 19, 2022, 1:56 PM IST

કેટરીનાએ લગ્ન બાદની પહેલી હોળી (Holly Festival 2022) પર સાસરીયામાં અને પતિ વિકી કૌશલ સાથે રંગ જમાવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવી હતી, ત્યારે હવે કેટરીનાએ પતિ વિકી કૌશલ સાથે સારો સમય વિતાવ્યા બાદ મુળમાં અને ઉત્સાહમાં આવી ગઇ હોય તેવુ લાગી રહ્યું છે. કેટરીનાએ તેની આગામી ફિલ્મ (Kaitrina Kaif Upcoming Film start) ના શૂટિંગનો પ્રારંભ કરી દીધો (Film Marry Christmas Shooting Start) છે.

Kaitrina Kaif Upcoming Film Shooting start: કેટરીના કૈફે પતિ વિકી કૈશલ સાથે હોળી પર સમય વિતાવ્યા બાદ આ ફિલ્મના શૂટિંગનો પ્રારંભ કર્યો
Kaitrina Kaif Upcoming Film Shooting start: કેટરીના કૈફે પતિ વિકી કૈશલ સાથે હોળી પર સમય વિતાવ્યા બાદ આ ફિલ્મના શૂટિંગનો પ્રારંભ કર્યો

ન્યૂઝ ડેસ્ક: આખરે 2 વર્ષ બાદ વિશ્વભરમાં લોકો હોળીના (Holly Festival 2022) રંગમાં રંગાયા હતાં, ત્યારે કેટરીના કૈફ અને વિકી કૈશલે પણ લગ્ન બાદની પહેલી હોળી પરિવાર સાથે સેલિબ્રેટ કરી હતી. ખરેખર તો લોકોમાં કોઇ પણ તહેવારની સકારાત્મક અસર થાય છે. કોઇ પણ ઉત્સવ બાદ લોકો હલકુ, શાંત અને ફ્રેશ અનુભવતા હોય છે, ત્યારે આ હોળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ કેટરીના તેના કામ પરત ફરી છે અને તેણે આજે શનિવારે ફિલ્મ 'મેરી ક્રિસમસ'ના શૂટિંગનો પ્રારંભ (Film Marry Christmas Shooting Start ) કરી દીધો છે. આ ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ ગયા વર્ષના અંતમાં શરૂ થયું હતું.

કેટરિના કૈફ પહેલીવાર આ એક્ટર સાથે કામ કરશે આ ફિલ્મ અંગે ખાસ વાત છે કે, કેટરિના કૈફ પહેલીવાર સાઉથ એક્ટર વિજય સેતુપતિ સાથે કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મને શ્રીરામ રાઘવન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટે ગયા વર્ષે ફિલ્મનું પહેલું શેડ્યૂલ પૂરું કર્યું હતું અને ફિલ્મનું બીજું શૂટિંગ શેડ્યૂલ મુંબઈમાં શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો:Holi Festival 2022: પ્રિયંકા ચોપરાએ આ રોમેન્ટીક રીતે નિક જોનસ સાથે હોલી કરી સેલિબ્રેટ

આ ફિલ્મનું બીજું શેડયૂલ આટલા દિવસ ચાલશે: મીડિયા પ્રમાણે, ફિલ્મ 'મેરી ક્રિસમસ'નું બીજું શેડ્યૂલ સતત 45 દિવસ સુધી ચાલશે. જેના માટે મુંબઈના એક સ્ટુડિયોમાં ઘરનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા કેટરીના કૈફ અને વિજયે બાથરૂમ સીન પૂરા કર્યા હતા. આ સંદર્ભે આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ આધારિત હોય તેવુ લાગે છે. આ સંજોગોમાં હવે હોળીના બ્રેક બાદ સ્ટારકાસ્ટે ફરી એકવાર કામ કરવાનું શરૂ કર્યું છે.

ફિલ્મનું બીજું શેડ્યૂલ એપ્રિલ સુધીમાં પૂરું થવાની સંભાવના: ફિલ્મ અંગે ચર્ચા છે કે, આ ફિલ્મ ક્રિસમસના અવસર પર બનેલી એક ઘટના પર આધારિત છે, કારણ કે ફિલ્મના મુખ્ય પાત્રો ગ્રેડ શેડમાં જોવા મળશે. ફિલ્મના કો-પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ જણાવ્યું કે, ફિલ્મનું બીજું શેડ્યૂલ એપ્રિલ સુધીમાં પૂરું થઈ જશે. આ બાદ ફિલ્મનું અંતિમ શૂટ મે અને જૂનમાં શરૂ થશે. આ આખી ફિલ્મ મુંબઈમાં જ કેટલાક સ્ટુડિયો અને ખાસ લોકેશન પર શૂટ કરવામાં આવશે.

આ ફિલ્મમાં કેટરીનાનો અલગ અંદાજ મળશે જોવા: વિજય સેતુપતિ વિશે રમેશ તૌરાનીએ કહ્યું હતું કે, તે સુપરસ્ટાર છે, પરંતુ કેમેરાની પાછળ તે માટી સાથે જોડાયેલો વ્યકિત છે, ત્યારે કેટરિના અંગે રમેશે જણાવ્યું હતું કે, તેણે તેની સાથે 'રેસ' અને 'અજબ પ્રેમ કી ગઝબ કહાની' ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ વખતે આ ફિલ્મમાં કેટરીનાનો દર્શકોને અલગ જ અંદાજ જોવા મળશે.

આ પણ વાંચો:TorbaaZ Director Girish Malik Son Manan Dies: ફિલ્મ 'તોરબાઝ'ના ડાયરેક્ટર ગિરીશ મલિકના પુત્રના મોતથી સંજય દત્ત આઘાતમાં

ABOUT THE AUTHOR

...view details