મુંબઈઃ બૉલીવૂડ સિંગર કૈલાશ ખેરે 5 એપ્રિલે પોતાના ઘરેથી લાઈવ કોન્સર્ટનું આયોજન કર્યુ હતું. પરંતુ હવે તેમણે આ તારીખમાં બદલાવ કર્યો છે. હવે કૈલાશ ખેર વિવધ સંગીત કલાકારો સાથે વર્ચુઅલ મ્યુઝિક કોન્સર્ટની સીરીઝ બનાવવાનું આયોજન કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
શું આજે નહી થાય કૈલાશ ખેરનો લાઈવ કોન્સર્ટ... - कैलाश खेर म्यूजिक कॉन्सर्ट में बदलाव
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે રાત્રે દીવો પ્રગટાવવાની અપીલને સપોર્ટ કરવા બૉલીવૂડ સંગર કૈલાશ ખેરે આજે પોતાના ઘરેથી લાઈવ કોન્સર્ટ કરવાની જાહેરાત કરી હતી. પંરતુ મળતી માહિતી પ્રમાણે હવે કોન્સર્ટની તારીખમાં બદલાવ આવ્યો છે. જો કે આ અંગે હજી સુધી કંઈ પુષ્ટી થઈ નથી.
![શું આજે નહી થાય કૈલાશ ખેરનો લાઈવ કોન્સર્ટ... Etv Bharat, Gujarati News, Kailash Kher](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6669506-735-6669506-1586071231884.jpg)
શું આજે નહી થાય કૈલાશ ખેરનો લાઈવ કોન્સર્ટ...
કૈલાશ ખેરે આ અંગે કહ્યું કે, '3 એપ્રિલે જ્યારે મે આ વર્ચુઅલ કોન્સર્ટ પ્રકાશ આલોકનની ઘોષણા કરી હતી. ત્યારે મીડિયા, ઉદ્યોગ તથા અનેક લોકોનું સમર્થન મળ્યું છે. જેથી હવે અમે વર્ચુઅલ કોન્સર્ટની સીરીઝ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં દેશના અનેક સંગીત કલાકારો એક સાથે જોવા મળશે.'
નોંધનીય છે કે વડાપ્રધાનની દિવો પ્રગટાવવાની અપીલ બાદ કૈલાશ ખેરે આ નિર્ણય કર્યો હતો. તેમની આ પહેલને અનેક ડિજીટલ પ્લેટફોર્મ આગળ આવી તે સીરીઝને પ્રસારિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.