ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કચ્ચા બદામ ફેમ  ભુબન બડ્યાકરનું ગંભીર માર્ગ અકસ્માત - काचा बादाम फेम सिंगर भुबन बड्याकर सड़क हादसे में घायल

કચ્ચા બદામ પર લોકોને જુમતા કરનાર ભુબન બડ્યાકરના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભુબન બડ્યાકર રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કચ્ચા બદામનાગાયકનું ગંભીર માર્ગ અકસ્માત
કચ્ચા બદામના ગાયકનું ગંભીર માર્ગ અકસ્માત

By

Published : Mar 1, 2022, 11:46 AM IST

ન્યૂઝ ડેસ્ક: કચ્ચા બદમ સ્ટાર ભુબન બડ્યાકર રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તપાસમાં સામે આવ્યું છે કે, તેને છાતીના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.1

જાણો સમગ્ર મામલો

બાતમી મળી છે કે, ભુબને ફેમસ થયા બાદ સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. તે કાર ચલાવવાનું શીખી રહ્યો હતો. આ દરમિયાન તે એક ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો.

ભુબન બડ્યાકરને ગંભીર ઇજા પહોંચી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં ભુબન બડ્યાકરને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. હાલ ભુબન બડ્યાકર પશ્ચિમ બંગાળની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર સાંભળ્યા બાદ તેના ફેન્સ તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

આ પણ વાંચો:ફિલ્મ 'પૃથ્વીરાજ'નું નામ બદલવાની માંગ પર દિલ્હી હાઈકોર્ટે સૂનવાઇનો કર્યો ઇનકાર

રાતોરાત મેળવી ખ્યાતિ

ભુબન બડ્યાકરે કચ્ચા બદમ ગીત ગાઈને રાતોરાત ખ્યાતિ હાંસલ કરી છે. આજે પણ આ ગીતનું ભૂત લોકોમાંથી ઉતર્યું નથી. આ ગીતે સામાન્ય લોકોથી લઈને સેલેબ્સને પણ નાચતા કરી દીધા છે. કચ્ચા બદામ કા રીમિક્સ સોંગ બનાવવામાં આવ્યું, ત્યારે તેને તીવ્રતાથી 50 મિલિયન વ્યુઝ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભુબન બડ્યાકર ત્રણ બાળકોના પિતા છે.

ભુબન બડ્યાકર આ ગામનો વતની

તમને જણાવી દઈએ કે, ભુબન બડ્યાકર પશ્ચિમ બંગાળના લક્ષ્મીનારાયણપુર પંચાયતના કુરાલજુરી ગામના વતની છે. તે નાની નાની ટીકડીઓ અને ઘરની તૂટેલી વસ્તુઓ વેચતો હતો.

જાણો આ ગીત કઇ રીતે બન્યું

કચ્ચા બદામ ગીત ગાતી વખતે તે મગફળી વેચી રહ્યો હતી, જ્યારે તેનું આ ગીત લોકોના કાને પડ્યું ત્યારે તેને લઇને કચ્ચા બદામ ગીત બનાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, તે મગફળી વેચવા માટે સાયકલ દ્વારા દૂરના ગામડાઓમાં જતો હતો. રોજ 3-4 કિલો મગફળી વેચીને 200-250 રૂપિયા કમાતા હતા. જો કે કચ્ચા બદામની સફળતા બાદ હવે આ મગફળીના વેચાણનું કામ ચાલુ રાખવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

આ પણ વાંચો:Film Adipurush New Release Date: મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રભાસે આપી ફેન્સને આ મોટી સોગાદ, ફિલ્મ સર્જશે એક વિક્રમ

ABOUT THE AUTHOR

...view details