એક ઈન્ટરવ્યુ દરમિયાન કિયારાએ જણાવ્યું હતું કે, કિયારા અડવાણીનું સાચુ નામ આલિયા છે. પણ તે નથી ઈચ્છતી કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે આલિયાના નામથી ભ્રમની સ્થિતિ સર્જાય. જેને ધ્યાનમાં લઈને તેણે પોતાનું નામ બદલીને કિયારા રાખી લીધુ હતું. કિયારા નામની પાછળ તેણે પ્રિયંકા ચોપરાનો હાથ હોવાનું પણ જણાવ્યું હતું.
તો આ નામ તેને પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ અંજાના અંજાનીથી પ્રેરિત થઈને રાખ્યું હતું.
તેણે કિયારા નામ એટલી હદે પસંદ હતું કે, તે પોતાની દીકરીનું નામ કિયારા રાખવાની હતી પણ આ પહેલા જ તેને એક નવા નામની જરૂરીયાત ઉભી થઈ હતી. જેને લઈને તેણે પણ પોતાનું નામ આલિયાથી બદલીને કિયારા રાખી દીધું.
જો કે કિયારા અડવાણીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'કબીર સિંહ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. કબીર સિંહ ફિલ્મ સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે.