મુંબઇ: ફિલ્મ નિર્માતા કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનિર એક ફિલ્મ 'માય મેલબર્ન' માટે ટીમ તરીકે સાથે કામ કરશે.આ લોકો વિક્ટોરિયન ફિલ્મ નિર્માણની ટીમ સાથે કામ કરશે. તેઓ અપંગતા, લૈંગિકતા અને લિંગ જેવા વિષયો પર શોર્ટ ફિલ્મ્સનું શૂટિંગ કરશે.ત્યારબાદ આ શોર્ટ ફિલ્મોને 'માય મેલબર્ન' નામની ફિલ્મમાં સમાવેશ કરવામાં આવશે. ફિલ્મનું પ્રીમિયર આવતા વર્ષે ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં બતાવવામાં આવશે.
IFFM ફેસ્ટિવલના ડાયરેક્ટર મિતુ ભૌમિક લૈંગેએ કહ્યું કે, "આ એક રોમાંચક પહેલ છે. મને આનંદ અને હૂં ખુબ ઉત્સાહિત છું કે, IFFM ભારતના ચાર સૌથી સારા નિર્માતાઓને વર્કશોપમાં સામેલ કરવામાં આવ્યો છે."
વર્કશોપમાં કબીર, ઇમ્તિયાઝ, રીમા અને ઓનિરની પસંદગી કરવામાં આવી છે.વીડિયો કોલિંગ દ્વારા આ ટીમોના પ્રી-પ્રોડક્શન કામની દેખરેખ રાખવામાં આવશે. વિદેશ યાત્રા પરનો પ્રતિબંધ દુર થતાની સાથે જ ચારેય ફિલ્મ નિર્માતા ફિલ્મ્સના શૂટિંગ માટે મેલબોર્ન જશે.