ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના 'દબંગ ખાન' એટલે કે સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. સલમાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની રિલીઝ ડેટ (Kabhi Eid Kabhi Diwali New Release Date) બદલાઈ ગઈ છે. જો કે આ ફિલ્મ (Film Kabhi Eid Kabhi Diwali) પહેલા ઈદ 2023ના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ તેના પહેલા એટલે કે આ વર્ષના અંતમાં રિલીઝ થશે.
જાણો ફિલ્મની ડેટ વિશે
'કભી ઈદ કભી દિવાળી' હવે 30 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સલમાન ખાનના જન્મદિવસ (Salman Khan Birthday) ના શુભ દિવસ પર રિલીઝ થશે. સલમાનનો જન્મદિવસ 27મી ડિસેમ્બરે આવે છે.
જાણો ફિલ્મ 'ટાઇગર 3' વિશે
ખરેખર, સલમાન ખાનની નવી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરવા જઈ રહ્યા છે. આ સંજોગોમાં એવી અટકળો છે કે, સલમાનની બીજી ફિલ્મ 'ટાઈગર-3' હવે ઈદ 2023ના અવસર પર રિલીઝ થવાની સંભાવના છે.
આ પણ વાંચો:Russia ukrain War: રશિયા સામે નેટફ્લિક્સે ભર્યુ આ કડક પગલુ