ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જોની લીવરે કોરોનાને આપી ધમકી, આ સાંભળીને તમે પણ હસવાનું નહી રોકી શકો... - મુંબઈ સમાચાર

હાસ્ય કલાકાર જોની લિવરે કોરોના વારસને એવી રીતે ધમકી આપી છે કે, કોરોના ભારત છોડીને ભાગી જશે. જોનીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કોરોનાને લઇને ધમકી આપી રહ્યો છે. આ વીડિયો જોયા પછી ચાહકો પોતાનુ હસવાનું રોકી શક્તા નથી.

જોની લીવરે કોરોનાને આપી ધમકી, સાંભળીને તમે હસવાનું પણ નહી રોકી શકો
જોની લીવરે કોરોનાને આપી ધમકી, સાંભળીને તમે હસવાનું પણ નહી રોકી શકો

By

Published : Apr 11, 2020, 9:13 AM IST

મુંબઈ: કોમેડિયન અને અભિનેતા જોની લિવર કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે લોકોનો મૂડ હળવો કરવા માટે પૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છે. શુક્રવારે તેમણે એક હાસ્યજનક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે જીવલેણ વાઇરસનો ભય બતાવતો નજરે પડે છે.

જોની વીડિયોમાં રમૂજી રીતે કહે છે, 'કોરોના... હવે તારૂ રોવાનુ શરૂ થશે, એવો ભાગીશ તું... કોરોના... પાણી પણ નહી માગે... ભારતમાં આવવાનો તું પસ્તાવો કરીશ,..તારી દાદી મરેે... અમે હિન્દુસ્તાની છીએ.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં તેણે લખ્યું કે, #વર્લ્ડ ઓફ કોરોના... વોર્નિંગ... #હમ હિન્દાસ્તાની #ઇન્ડિયાફટ્સકોરોના #ધરબેઠો ઇન્ડિયા #કોવિડ-19

જોનીના આ એકપાત્રી નાટક પર ચાહકો પોતાનું હસવાનું રોકી શક્યા નહીં. એક ચાહકે કોમેન્ટ કરી, 'હાહાહા. સુપર સર. બીજા ચાહકે કોમેન્ટ કરી, 'શું અભિનેતા છે, તેમને મને પણ હસાવી દીધો.

ABOUT THE AUTHOR

...view details