- જૉહ્ન અબ્રાહમ પ્રૉડ્યૂસ કરશે ફિલ્મ તારા વર્સિસ બિલાલ
- હર્ષવર્ધન રાણા અને અંગિરા ધર હશે લીડમાં
- ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
હૈદરાબાદ:અભિનેતા-નિર્માતા જૉહ્ન અબ્રાહમ પોતાના હેમ પ્રોડક્શનની આગલી ફિલ્મ તારા વર્સિસ બિલાલના પ્રોડક્શનની તૈયારી કરી રહ્યાં છે. 48 વર્ષનો અભિનેતા કે જે સંજય ગુપ્તા ડિરેક્ટેડ ફિલ્મ મુંબઇ સાગામાં જોવા મળ્યો હતો. આ અભિનેતાએ પોતાના પ્રોડક્શન હાઉસમાં મદ્રાસ કૈફે, પરમાણુ , બાટલા હાઉસ જેવી ફિલ્મો બનાવી છે.
સમર શેખ ડિરેક્ટ કરશે આ ફિલ્મ
ફિલ્મ અંગે અંગે માહિતી આપતા અભિનેતાએ જણાવ્યું હતું કે અમે તારા વર્સિસ બિલાલ ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છીએ. જે આપણા જીવનના એક ભાગ જેવી ફિલ્મ હશે. આ ફિલ્મમાં હર્ષવર્ધન અને અંગિરા જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિના અને મે મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને સમર શેખ ડિરેક્ટ કરી રહ્યાં છે.