ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'બાટલા હાઉસ'નું ટીઝર રિલીઝ, આ દિવસે જોવા મળશે જૉનની ફિલ્મનું ટ્રેલર - Gujarati News

મુંબઈઃ જૉન અબ્રાહમની 'બાટલા હાઉસ'નું ટીઝર થયું રિલીઝ થઈ ગયું છે. જે દમદાર જોવા મળી રહ્યું છે. 2008માં દિલ્હીમાં થયેલ બાટલા હાઉસ અથડામણ પર આધારિત આ ફિલ્મમાં જૉનની અપૉઝિટ અભિનેત્રી મૃણાલ ઠાકુર જોવા મળશે.

batla house

By

Published : Jul 7, 2019, 2:33 PM IST

Updated : Jul 7, 2019, 4:28 PM IST

26 સેકેન્ડના ટીઝરની શરૂઆતમાં ડાયલૉગ્સ સાંભળવા મળે છે કે, "સર ઉપર ગોલી ચલ રહી હૈ, દો ગોલિયાં લગી છે સર કો, જનાબ અંદર દો લડકે હૈ." ત્યાર બાદ જૉનનો પાછળનો લુક જોવા મળશે અને ફરી બંને તરફથી ફાયરિંગ થવા લાગે છે. ત્યાર બાદ જૉન અબ્રાહમ બોલે છે કે, "ઉસ દિન ક્યા હુઆ બાટલા હાઉસ મેં? ક્યા હમ ગલત થે, ક્યા મેં ગલત થા"

આ ટીઝરને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સેર કરતા જૉને લખ્યું કે, "તે દિવસ ચલાવવામાં આવેલી ગોળીઓનો અવાજ 11 વર્ષ બાદ પણ ગૂંજી રહ્યો છે. તેની સાચી કહાની જોવા બાટલા હાઉસમાં..."

આ પહેલા જૉને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું અને પોસ્ટરમાં લખ્યું છે કે, "એક ઘર આઈડેન્ટીફાઈ થયું છે, એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એક ફેક એનકાઉન્ટરની." આ પોસ્ટરના કૈપ્શનમાં જૉને લખ્યું છે કે, "અને એક એનકાઉન્ટરથી શરૂ થયુ બાટલા હાઉસ ઈનવેસ્ટિગેશન." ફિલ્મની કહાની દિલ્હીમાં થયેલા એનકાઉન્ટર પર આધારિત છે. આ ઘટનામાં અનકાઉન્ટર સ્પેશલિસ્ટ અને દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માનું મૃત્યુ થયું હતું.

ફિલ્મનું ટ્રેલર 10 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને 15 ઓગસ્ટ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેળન નિખિલ અડવાણીએ કર્યું છે. આમાં જૉનની અપોજિટ અભિનેતા મૃણાલ ઠાકુર જોવા મળશે. બાટલા હાઉસ એનકાઉન્ટરની ઘટના વાત કરવામાં આવે તો આ 11 વર્ષ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં બની હતી. 19 સપ્ટેમ્બર 2008ના રોજ જામિયાનગરના બાટલા હાઉસ વિસ્તારમાં બે શંકાસ્પદ આતંકવાદી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદને મારવામાં આવ્યા હતા. આ બંને આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન માટે કામ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જૉન અબ્રાહમ 'રોમિયો અકબર વૉલ્ટર' ફિલ્મમાં જોવા મળ્યા હતો. જેમાં જૉને રૉ એજેન્ટની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મનું નિર્દેશન રૉબી ગ્રેવાલે કર્યુ હતું. ફિલ્મમાં જૉન સિવાય મૌની રૉય, સિકંદર ખેર, જૈકી શ્રૉફ જેવા અભિનેતાઓએ કામ કર્યુ હતું. ફિલ્મે બૉક્સ ઓફિસ પર સરેરાસ કમાણી કરી હતી.

Last Updated : Jul 7, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details