મુંબઇ: IAS અધિકારી અભિષેક સિંઘ, જે હાલમાં દિલ્હીમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હોલમાં જ તેમણે અત્રિનેત્રી દીપિકા સિંહ અને તમેની માતાની મદદ કરી હતી.
આ સાથે તે નેટફ્લિક્સ પર પ્રસારિત થનાર શો 'દિલ્હી ક્રાઇમ' ની બીજી સીઝનમાં પણ તેઓ જોવા મળશે. આ વખતે તેમણે સિગ્મા (સ્ટુડન્ટ્સ ફોર ઇનવોલ્ડ ગવર્નન્સ એન્ડ મ્યુચ્યુઅલ એક્શન) નામની સંસ્થા શરૂ કરી છે.
'સિગ્મા' એક નવીન, સ્વતંત્ર અને સ્વૈચ્છિક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત થિંક ટેન્ક છે. તેની શરૂઆત IIM અમદાવાદના વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા IAS અધિકારીઓ અભિષેક સિંઘ અને દુર્ગા શક્તિ નાગપાલ સાથે મળીને કરવામાં આવી હતી.
હાલમાં આમાં IIM બેંગ્લોર, IIM કલકત્તા, IIT બોમ્બે, IIT દિલ્હી, સેન્ટ સ્ટીફન કોલેજ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ જેવી ભારતની અગ્રણી સંસ્થાઓના પ્રમુખ સભ્યો છે. તેમનો મુખ્ય લક્ષ્ય ભારતના વિદ્યાર્થીઓના નવા પરિપ્રેક્ષ્યને લાભ આપવા માટે અસરકારક એક મંચ આપવાનું છે.
હાલમાં, આ સંસ્થા સ્થળાંતર કામદારોના કલ્યાણ માટે કામ કરી રહી છે. સિગ્માએ દિલ્હીમાં કામદારો અને એમ્પ્લોયરો માટે એકીકૃત હેલ્પલાઇન નંબર 8800883323 શરૂ કર્યો છે, જેનો હેતુ મજૂર માગ તથા તેમની સમસ્યાઓ હલ કરવાનો છે.
હેલ્પલાઈન નંબરની શરૂઆત કરતા અભિનેતા જ્હોન અબ્રાહમે અધિકારી અભિષેક સિંહ સાથે વાતચીત કરતી વખતે, જરૂર પડે ત્યારે સેવા પ્રદાન કરવાની ઓફર કરી હતી.