ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વેબ સીરીઝ 'પંચાયત'ની બીજી સીઝન વિશે અભિનેતા જીતેન્દ્રકુમારે કરી જાહેરાત - વેબ સીરીઝ 'પંચાયત'માં

વેબ સીરીઝ 'પંચાયત'ની બીજી સીઝન પર કામ ચાલી રહ્યું છે. 'પંચાયત'માં મુખ્ય ભૂમિકા ભજવનારા અભિનેતા જીતેન્દ્રકુમારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, લોકડાઉન બાદ તેના પર આગળની યોજના બનાવવામાં આવશે.

વેબ સીરીઝ 'પંચાયત'ની બીજી સીઝન વિશે અભિનેતા જીતેન્દ્રકુમારે કરી જાહેરાત
વેબ સીરીઝ 'પંચાયત'ની બીજી સીઝન વિશે અભિનેતા જીતેન્દ્રકુમારે કરી જાહેરાત

By

Published : Jun 17, 2020, 7:57 PM IST

મુંબઈ: વેબ સીરીઝ 'પંચાયત'માં મુખ્ય ભૂમિકા ભજવનારા અભિનેતા જીતેન્દ્રકુમારના કેહવા પ્રમાણે, 'પંચાયત'ની બીજી સીઝન પર પણ કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, લોકડાઉન બાદ તેના પર આગળની યોજના બનાવવામાં આવશે.

જીતેન્દ્ર કુમારે IANSને જણાવ્યું હતું કે, 'પંચાયત'ની પ્રથમ સીઝન સમાપ્ત થયા પછી તરત જ લોકડાઉન શરૂ થઈ ગયું હતું અને બધુ અટકી ગયું હતું. બીજી સીઝન માટે લેખન અને સ્ટોરી લાઇનઅપ પર પહેલેથી જ કામ ચાલી રહ્યું છે. લોકડાઉન બાદ તેના પર આગળની યોજના બનાવવામાં આવશે.'

આ વર્ષની શરૂઆતમાં આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધન' માં તેના ફીચર ડેબ્યૂ પછી અને એમેઝોન પ્રાઇમ પર ‘પંચાયત’માં ઓડિયન્સની પ્રશંસા મેળવ્યા પછી જીતેન્દ્ર ડિજિટલ ફિલ્મ 'ચમન બહાર' ના રિલીઝ માટે તૈયાર છે.

'ચમન બહાર' ફિલ્મને નેટફ્લિક્સ પર પ્રસારિત કરવામાં આવશે. તે અંગે અભિનેતાએ કહ્યું, ‘આ પાન દુકાનના માલિકની એકતરફી લવ સ્ટોરી છે. જે ફક્ત એક છોકરીને દૂરથી જુએ છે. પરંતુ તેની સાથે વાત કરવાની હિંમત ક્યારેય કરી શકતો નથી.’

તેણે કહ્યું, "હું કોલેજ પછી સીધો મુંબઇ આવ્યો. હું અહીં ત્રણ મહિના રહ્યો અને પછી બેંગલુરુ ગયો. તે ત્રણ મહિનામાં મને સમજાયું કે કંઇ ઝડપથી થશે નહીં. 2013 માં મુંબઈ પાછા ફર્યા પછી, મેં જે કાંઈ પણ મેળવ્યું તેનાથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. મેં યુટ્યુબ અને ત્યારબાદ ધ વાયરલ ફીવર (ટીવીએફ) થી શરૂઆત કરી. મેં ભવિષ્યના બદલે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું."

ABOUT THE AUTHOR

...view details