મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમની ટીમ 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરાયેલા ઝુંડના ટ્રેલરમાં (Jhund Trailer) માં સ્વેગ કરતા જોવા મળી રહ્યાં છે. જણાવીએ કે 'ઝુંડ'ની ગાથા 'સ્લમ સોકર ફાઉન્ડેશન' સ્થાપક અને કોચ વિજય બારસે પર આધારિત (story of Slum Soccer founder Vijay Barse) છે. જાણો આ ફિલ્મ ક્યારે થશે (Film Jhund release date ) રિલીઝ..
ઝુંડ બિગ બીનો અવતાર પ્રોફેસરનો
ફિલ્મમાં અમિતાભ બચ્ચન પ્રોફેસરનો કિરદાર નિભાવી રહ્યાં છે. તેઓ સ્લમ એરિયાના બાળકોને ફૂટબોલ શીખવે છે અને તેની ટીમ બનાવે છે. ફિલ્મમાં ફૂટબોલ ટીમના તમામ બાળકો નોન એક્ટિંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ઇન્ડસ્ટ્રીમાં આજે પણ મોટા-મોટા એક્ટરો બિગ બી સામે નર્વસ થઇ જાય છે, પરંતુ આ છોકરાઓએ સરળતાથી તેની સાથે કામ કર્યું હતું.
બાળકોનું સરળતાથી કામ કરવા પાછળ આ કારણ છે
આ બાળકોનું સરળતાથી કામ કરવા પાછળ કારણ છે. બિગ બીએ આ છોકરાઓ સાથે ડાયરેક્ટ શૂંટિંગ નથી. પહેલા તેણે આ છોકરાઓ સાથે રમ્યા, જમ્યા અને ઘણી બધી વાતો કરી હતી, ત્યારબાદ તમામે સાથે મળીને ફૂટબોલ પ્રેકટિસ કરી હતી. જેથી તેમનું પણ કોન્ફિડસ લેવલ વધી ગયું.