ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાવેદ અખ્તરે લાઉડસ્પીકર અઝાનને લઇને ફરી મુદ્દો ઉઠાવ્યો - ફિલ્મ રાઇટર જાવેદ અખ્તરે

ગીતકાર અને ફિલ્મ રાઇટર જાવેદ અખ્તરે ફરી એકવાર લાઉડસ્પીકરનો અઝાનનો મુદ્દો ઉઠાવ્યો છે.

જાવેદ અખ્તરે લાઉડસ્પીકર અઝાનને લઇને ફરી મુદ્દો ઉઠાવ્યો
જાવેદ અખ્તરે લાઉડસ્પીકર અઝાનને લઇને ફરી મુદ્દો ઉઠાવ્યો

By

Published : May 10, 2020, 2:37 PM IST

નવી દિલ્હી : ગીતકાર અને ફિલ્મ રાઇટર જાવેદ અખ્તરે ફરી એકવાર લાઉડસ્પીકરને લઇને સવાલ ઉઠાવ્યો છે. આ તકે તેઓએ સવાલ ઉઠાવતા કહ્યું કે લાઉડસ્પીકર લોકોને સામાન્ય સંજોગોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેનું ધ્યાન રાખવું જોઇએ. આ તકે જાવેદ અખ્તરે સરકાર પર નિશાન સાધ્યું હતું.

જાવેદ અખ્તરે કહ્યું કે, 50 વર્ષથી લાઉડ સ્પીકર પર અઝાન હરામ હતી, પરંતુ હલાલ થઇ તો ખત્મ થવાનું નામ નથી લઇ રહી. આ તકે તેઓએ આશા દર્શાવતા કહ્યું કે, બની શકે લાઉડસ્પીકરથી થતી મુશ્કેલી સમજે અને તેવું કરવાનું બંધ કરે. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, 'તેનાથી લોકોને મુશ્કેલી પડે છે'. આશા રાખું છે કે, તેમને સમજવામાં આવશે અને લાઉડસ્પીકર પરની અઝાનને બંધ કરશે. '

ABOUT THE AUTHOR

...view details