મુંબઇ: ગીતકાર અને લેખક જાવેદ અખ્તરને લોજિકલ આઈડિયા માટે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 એનાયત કરાયો હતો. જાવેદ અખ્તર એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય બન્યા છે. વિશ્વ વિખ્યાત જીવવિશજ્ઞાની રિચર્ડ ડોકિન્સના નામ પર આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સન્માન તેમને આપવામાં આવે છે કે, જેઓ "ધર્મનિરપેક્ષતા, તર્કસંગતતા અને વૈજ્ઞાનિક સત્યની જાળવણીના મૂલ્યોનો જાહેરમાં પ્રચાર કરે છે". બિલ માહેર અને ક્રિસ્ટોફર હિચેન્સને અગાઉ આ સન્માન મળ્યું છે.
જાવેદ અખ્તર રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા, બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છા - રિચર્ડ ડોકિન્સ એવોર્ડ
ધર્મ હોય કે રાજકારણ, જાવેદ અખ્તર હંમેશા દુનિયાના સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે. જેથી તમેને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો છે.
ધર્મ હોય કે રાજકારણ, જાવેદ અખ્તર હંમેશા દુનિયાના સમક્ષ પોતાના વિચારો રાખે છે. જાવેદ અખ્તરને તેની પત્ની શબાના આઝમી સહિત બોલિવૂડ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા છે. ગૌરવપૂર્ણ પત્ની શબાના આઝમીએ લખ્યું છે કે, "આ એવોર્ડ મેળવનાર તે પહેલા ભારતીય છે. આ પહેલા બિલ મેહર અને ક્રિસ્ટોફર હિચન્સને આ એવોર્ડ મળ્યો છે. આ ખુબ સન્માનની વાત છે."
દિયા મિર્ઝાએ લખ્યું કે, "જાવેદ અખ્તર સાહેબે ધાર્મિક કટ્ટરપંથી માટે પ્રતિષ્ઠિત રિચર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 જીત્યો છે. ટીકાત્મક વિચારસરણી, માનવ પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારતા તેઓ આ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય બન્યા છે! અભિનંદન! અમને તમારા પર ગર્વ છે."