ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રકુલ-અર્જુનની જોડી જાહ્ન્વીને લાગી ક્યુટ - sitara news

મુબઈઃ અર્જુન અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મની શૂટીંગ શરૂ થઈ ગઇ છે. આ વાતની જાણકારી અર્જુન કપુરે એક ફોટો શેર કરીને આપી હતી. આ ફોટા પર અર્જુનની બહેન જાહ્ન્વીએ લખ્યું કે ક્યુટ લાગી રહ્યા છો.

રકુલ-અર્જુન

By

Published : Nov 17, 2019, 11:32 PM IST

અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેમની આગામી રોમેન્ટિક-કૉમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને અત્યારથી જ આ બંનેની પ્રશંસા થવા લાગી છે. શનિવારના રોજ અર્જુને ઇન્સ્ટાગ્રામ પર એક કોલાજ ફોટો શેર કરી હતી.

રકુલ-અર્જુનની જોડી જાહ્ન્વીને લાગી ક્યુટ

તે કેપ્શનમાં તેમણે લખ્યું છે, 'પિક્ચર શરૂ થાય. અન્ય માહિતી પણ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે.

આ ફોટા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અર્જુનની બહેન જાહ્નવીએ લખ્યું કે, "એકદમ ક્યૂટ લાગી રહ્યા છે."

હજુ સુધી ટાઇટલ વિનાની ફિલ્મનું નિર્દેશન નવોદિત કશ્વી નાયર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભૂષણ કુમાર, નિખિલ અડવાણી અને જ્હોન અબ્રાહમ આ ફિલ્મના નિર્માતા છે.

ABOUT THE AUTHOR

...view details