- હેલન ફિલ્મ માટે મહેનત કરી રહી છે જાહ્નવી કપૂર
- પિતાએ એક ઇન્ટરવ્યૂમાં આપી માહિતી
- હેલનના પાત્ર માટે ઠંડીમાં તૈયારી કરી છે જાહ્નવી
હૈદરાબાદ:બૉલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર મૂળ મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક હેલનમાં જોવા મળશે. જો કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે પણ આ ફિલ્મ માટે જાહ્નવી જે રીતે મહેનત કરી રહી છે તે અંગે બોની કપૂરના નિવેદને ચર્ચા જગાવી છે.
ફ્રિઝરમાં લૉક થઇ જાય છે મુખ્યપાત્ર
અગાઉ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જાહ્નવી 2019માં મલયાલમ થ્રિલર ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરવા માટે તૈયાર છે. મથ્થુકુટ્ટી ઝેવિયરે મલયાલમ ફિલ્મને ડિરેક્ટ કરી હતી હિન્દી રિમેકને બોની કપૂર ડિરેક્ટ કરશે. થોડા સમયમાં જ જાહ્નવી આ ફિલ્મ માટેની તૈયારીઓ જોરોશોરથી શરૂ કરશે. આ ફિલ્મમાં જાહ્નવી એક પ્રામાણિક કામ કરતી છોકરીનું પાત્ર ભજવશે જે સુપરમાર્કેટના ફ્રિઝરમાં લોક થઇ જાય છે. 22 માર્ચે જાહેર થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડમાં મથુકુટ્ટી ઝેવિયર બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.
વધુ વાંચો:રૂહી પબ્લિક રિવ્યુ: સિનેમા રસિકોમાં આ ફિલ્મને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો