- અન્શૂલા નિર્દય રીતે મંતવ્યો આપે છે
- નાની બહેન ખુશી પ્રામાણિકપણે કરે છે ક્રિટિક
- જાન્હવી તેની દરેક ફિલ્મના રિવ્યુ વાંચે છે
મુંબઈ: જાન્હવી કપૂર, જે પોતાની જાતની સૌથી મોટી ટીકાકાર છે, તેના પરિવારમાં અન્ય એક સભ્ય છે, જે અભિનેત્રીના કામ વિશે અભિપ્રાય શેર કરતી વખતે સંકોચ કરતી નથી.
અન્શૂલા આપે છે નિર્દય રીતે રિવ્યુ
જાન્હવીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે કુટુંબમાં કોણ તેનો અરીસો બતાવવામાં સક્ષમ છે તેના જવાબમાં જાન્હવીએ કહ્યું કે, ખુશી પ્રામાણિક છે પરંતુ તે તેની મોટી સાવકી બહેન અન્શૂલા કપૂર નિર્દય રીતે નિખાલસ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, "ખુશી મારી ફિલ્મોમાં હું શું અને કેવી રીતે કરું છું તે વિશે ખૂબ પ્રામાણિક છે. તે ક્યારેય મારી ખોટી પ્રશંસા કરતી નથી. પરંતુ અન્શૂલા દીદી ખૂબ જ નિર્દય રીતે પોતાના મંતવ્યો આપે છે."