- જાહ્નવી કપૂર બહેન સાથે ન્યૂયોર્કના વેકેશન પર
- અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો
- બહેન સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે અભિનેત્રી
હૈદરાબાદ: જાહ્નવી કપૂર કે જે પોતાની નાની બહેન ખુશી કપૂર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવા માટે ન્યૂ યોર્કના પ્રવાસે છે ત્યારે અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોતાના આ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.
અભિનેત્રીએ શેર કરી તસવીર
રવિવારે સવારે જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં 24 વર્ષીય અભિનેત્રી ડાઇનિંગ ટેબલ પર હસતા હસતા પોતાની બહેન સાથે ભોજન લઇ રહી છે. જ્યારે તેની સાથેના અન્ય ફોટોઝમાં ન્યૂયોર્કની સુંદર આકાશ અને ઇમારતો જોવા મળી રહી છે. અન્ય ફોટોમાં તેની મિત્ર સાથેનું આઉટિંગ જોવા મળ્યું. આ ઉપરાંત તેણે એક વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. જેમાં તે નારંગી લિપસ્ટિક સાથે જોવા મળી હતી.