મુંબઈ:જાહ્નવી કપૂરને વારાણસીના મનોહર વાતાવરણની યાદ આવી રહી છે. અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મ 'ધડક'ની સીન ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોમવારે જાન્હવીએ ઈન્સ્ટાગ્રામ પર એક નાની વીડિયો ક્લિપ શેર કરી હતી. આ ક્લિપ તેની પહેલી ફિલ્મ 'ધડક' જેવી લાી રહી છે. જાન્હવીએ સ્લો-મોશન વીડિયો પર માત્ર બે શબ્દોનું કેપ્શન લખ્યું હતું, 'મિસિંગ વારાણસી(વારાણસી યાદ આવી રહ્યું છે).
જૂના વીડિયોમાં 'ઘોસ્ટ સ્ટોરીસ' સ્ટાર વારાણસીના વાતાવરણમાં ભળી જતી જોઈ શકાય છે. સલવાર સૂટમાં જાહન્વી ખૂબ જ સુંદર લાગી રહી છે. તે એક બોટ પર બેઠી છે.