જાન્હવી કપૂર બાન્દ્રા સલૂનમાં જઈ રહી હતી, તે દરમિયાન એક નાનકડાં બાળકે તેની પાસે મદદ માંગી. ત્યારે તેણે બાળકને બિસ્કિટ આપી તેની મદદ કરી હતી.
આ ઘટના વખતે ઘણા કેમેરામેન ત્યાં ઉભા હતા. જે જાન્હવીના કાર્યને કેમેરામાં કેદ કરવા માગતા હતા. પરંતુ જાન્હવી નહોતી ઇચ્છતી કે, આ વાત મીડિયામાં ફરતી થાય. આથી તે કેમેરા બંધ કરવા માટે જણાવી રહી હતી.