મુંબઇ: ફિલ્મ નિર્માતા બોની કપૂરે મંગળવારે કહ્યું કે, તેમના ઘરના સહાયકને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. થોડા કલાકો પછી, તેમની પુત્રી અને અભિનેત્રી જાન્હવી કપૂરે પણ નિવેદન આપ્યું અને તેઓ પરિસ્થિતિ સાથે કેવી રીતે વર્તન કરી રહ્યા છે તે શેર કરવા સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.
આ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં, જાહન્વીએ બોનીનું નિવેદન ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું અને તેની સાથે કેપ્શન લખ્યું કે, "ઘરે રહેવું હજી પણ આપણો સૌથી સારો ઉપાય છે. દરેક સુરક્ષિત રહો."
કાર્તિક આર્યન, જે દોસ્તાના 2 માં જાન્હવી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે, તેણે કપૂર પરિવારની ઝડપથી પ્રતિક્રિયા કરવા બદલ પ્રશંસા કરી હતી. કાર્તિકે જાન્હવીની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે, "જાગૃતિ ફેલાવવી એ એક નવી સામાન્ય બાબત છે."
આ અગાઉ અહેવાલ મુજબ, બોનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઉપનગરીય અંધેરી સ્થિત તેમના નિવાસસ્થાન પર તેમના સ્ટાફના સભ્ય, 23 વર્ષીય ચરણ સાહુએ તેમને કહ્યું હતું કે તેઓ શનિવારે સાંજે અસ્વસ્થ લાગ્યા પછી, ફિલ્મ નિર્માતાએ તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા.