ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાહન્વીની ફિલ્મ 'ગુંજન સક્સેના' ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ, નવું પોસ્ટર પણ સામે આવ્યું

જાન્હવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' નેટફ્લિક્સ પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમેકર કરન જોહરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. આ સાથે કરને ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું છે.

ગુંજન સક્સેના
ગુંજન સક્સેના

By

Published : Jun 9, 2020, 4:05 PM IST

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના' તેની રિલીઝને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે.

હવે ફિલ્મ નિર્માતા કરન જોહરે જાહેરાત કરી છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

ટ્વિટર પર એક વીડિયો શેર કરતા કરને લખ્યું કે, "તેમની પ્રેરણાદાયી યાત્રાએ ઇતિહાસ રચ્યો છે. આ તેણીની વાર્તા છે. ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લ, કમિંગ સૂન ઓન નેટફ્લિક્સ."

કરને શેર કરેલા વીડિયોમાં, જાન્હવીનો એક અવાજ આવે છે જે કહે છે, "લખનઉની એક નાની છોકરી ગુંજન સક્સેના. જેનું એક મોટું સ્વપ્ન હતું. મોટા થઇને પાયલટ બનવાનું સ્વપ્ન. પરંતુ ત્યારે દુનિયા એવું વિચારતી હતી કે છોકરીઓ વાહન ચલાવી શકશે નહીં, તો શું દુનિયા ગુંજનને વિમાન ઉડાડવા દેશે? પરંતુ તેને તેના પિતા પર વિશ્વાસ હતો. જેમણે કહ્યું હતું કે વિમાનમાં જે પ્લેન ઉડાડે જે છોકરા હોય કે છોકરી, તેને પાયલટ જ કહેવામાં આવે છે."

વીડિયોની સાથે કરણે ફિલ્મનું નવું પોસ્ટર પણ બહાર પાડ્યું છે. જેમાં ગુંજન સક્સેના હેલિકોપ્ટર ઉડાડતા નજરે પડે છે.

ABOUT THE AUTHOR

...view details