ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાન્હવીએ "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂરે "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આપી હતી. અભિનેત્રીએ ફિલ્મની શૂટિંગના અમુક ફોટો પણ શેર કર્યા છે. તો આ સાથે તેણે એક ઇમોશનલ પોસ્ટ પર લખી છે. ફિલ્મમાં જાન્હવી કપૂર ભારતીય વાયુ સેનાની ફોર્મર પાયલટ ગુંજન સક્સેનાની ભૂમિકામાં જોવા મળશે.

જાન્હવીએ "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ
જાન્હવીએ "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ

By

Published : Dec 28, 2019, 11:15 PM IST

નિર્દેશક શરણ શર્માની સાથે અમુક જુની તસ્વીરો તેણે શેર કરી હતી અને લખ્યું હતું કે,‘મારો અનુભવ કેવો રહ્યો તેનું કેપ્શન વિચારવા માટે બે દિવસ કાઢ્યા પણ ખાસ કઈ સુજ્યું નહીં. ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને આ ખાસ જર્નીમાં રહીને હું ખુદને ધન્ય ગણું છું. મને નથી લાગતું કે આનાથી વધુ પ્યોર, ઓનેસ્ટ, રોમાંચક અને યાદગાર કઈ હશે. તમે બધા આ જોઈ શકો તેના માટે રાહ જોઈ શકું એમ નથી.’

જાન્હવીએ "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ

ફિલ્મની સ્ટારકાસ્ટમાં પંકજ ત્રિપાઠી, જાન્હવી કપૂરની, વિનીત કુમાર સિંહ અને અંગદ બેદી મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં અંગદ બેદી જાહન્વીના ભાઈના રોલમાં છે જ્યારે પંકજ ત્રિપાઠી જાન્હવી કપૂરના પિતાના રોલમાં છે. આ ફિલ્મ ભારતની પહેલી ઇન્ડિયન એર ફોર્સ મહિલા ઓફિસર ગુંજન સક્સેના પર આધારિત છે. તેણે કારગિલ યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોને ટ્રાન્સફર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેની આ અમૂલ્ય કામગીરી બદલ તેને શૌર્ય ચક્રથી પણ નવાજવામાં આવી હતી.

જાન્હવીએ "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ
જાન્હવીએ "ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ" ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details