ફિલ્મ પ્રોડ્યૂસર બોની કપૂર આજે 64 વર્ષના થયા, ત્યારે આ ખાસ દિવસે તેમની પુત્રી જાન્હવી કપૂરે અલગ અંદાજમાં બર્થડે વિશ કરી છે. જાન્હવી કપૂરે તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે જોવા મળી હતી.
જાન્હવીના નાનપણથી અત્યાર સુધીની ફિલ્મી દુનિયાની શરૂઆત સુધીના ફોટા શેર કર્યા છે. આ ફોટાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે 'હેપ્પી બર્થડે પાપા, તમે હંમેશાં મને પૂછો છો કે મને આટલી એનર્જી ક્યાંથી મળે છે, તો તમને જણાવી દઉં કે મને આ એનર્જી તમારી પાસેથી મળે છે. તમે જોશની સાથે પ્રેમ કરો છો, તમને નીચે પડતા જોવ, પરંતુ તે પછી તમે વધુ મજબૂત બનતા જોવ છું. તમને ટૂટતા જોવ છું, પરંતુ અમને દરરોજ હિમત આપો છો. તમે મારા જીવનના શ્રેષ્ઠ વ્યકતિ છો. તમે મને પ્રેરીત કરો છો, સાથે મને પ્રોત્સાહિત પણ કરો છો. તમે હંમેશાં શ્રેષ્ઠ પિતા બન્યા છો, પરંતુ હવે તમે મારા સારા મિત્ર છો. આઇ લવ યૂ, મને તમારા પર ખૂબ ગર્વ છે. તમે દુનિયાની બધી ખુશીઓના હકદાર છો અને હું આશા અને પ્રાર્થના કરું છું કે આ વર્ષ તમારુ ખુબદ ભરપુર સારુ રહે