મુંબઈ: શ્રીદેવીએ ભલે દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ સામાન્ય લોકોથી લઈને વિશેષ લોકો પણ અભિનેત્રીને યાદ કરે છે. આ ખાસ પ્રસંગે તેમની પુત્રી જાહ્નવી કપૂરે ફોટો શેર કરીને અભિનેત્રીને યાદ કરી છે.
જાહ્નવી કપૂરે શ્રીદેવીની 57મી જન્મજયંતિ પર માતાને યાદ કરી - જાહ્નવી કપૂર
શ્રીદેવીએ ભલે દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ સામાન્ય લોકોથી લઈને વિશેષ લોકો પણ અભિનેત્રીને હજી પણ યાદ કરે છે.
જાહ્નવી કપૂરે માતા શ્રીદેવી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતાં લખ્યું છે, 'આઈ લવ યુ મમ્મા'. જાહ્નવીએ ધડક સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શ્રીદેવીએ આ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ અવસાન થયું હતું. તે પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર સાથે દુબઇમાં પારિવારિક લગ્નમાં ભાગ લેવા ગઈ હતી. પરંતુ ત્યાં બાથટબમાં ડૂબી જવાથી અભિનેત્રીનું મોત થયું હતું. જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' ડિજિટલ પ્લેટફોર્મ પર 12 ઓગસ્ટે રિલીઝ થઈ છે. જાહ્નવી ઉપરાંત પંકજ ત્રિપાઠી અને અંગદ બેદીએ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.