ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાહ્નવી કપૂરે કરી એવી ભૂલ તો સોશિયલ મીડિયામાં બની ટ્રોલનો શિકાર - હરિન્દર સિક્કા

મુંબઈ: બૉલીવુડ સેલિબ્રેટીસ સોશિયલ મીડિયામાં ટ્રોલ થતા રહે છે. ફરી એકવખત જાહ્નવી કપૂરને ટ્રોલર્સે નિશાને બનાવી છે. જાન્હ્વીએ એક એવી ભૂલ કરી કે લોકોએ તેમના સુંદર ટ્રેડિશનલ લૂકના વખાણ કરવા કરતા વધુ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

etv bharat

By

Published : Aug 25, 2019, 10:34 AM IST

જ્યારે કોઈ સામાન્ય માણસ હોય છે. ત્યારે એમની લાઈફમાં શું થઈ રહ્યું છે. અને શું પહેરે છે. તેનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. પરંતુ આ જ વસ્તુ જો કોઈ સેલિબ્રેટી કરી દે તો એ મોટી બબાલ છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થઈ ગયું છે.

જાહ્નવી કપૂર

ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ જાન્હ્વી કપૂર તાજેતરમાં જ 'કૉલિંગ સહમત' નામની બુક લોન્ચ માટે પહોંચી હતી. તે દરમિયાન ફોટોશૂટ સમયે જાહ્નવીએ પુસ્તક ઉધું પકડ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર ગણતરીની કલાકોમાં જ વાયરલ થયો હતો. એક તરફ જાહ્નવી ક્રીમ કલરની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. તો પુસ્તકને ઉંધુ પકડવાની ભુલ કરી હતી. જાન્હ્વી આ જ ભૂલના કારણે ટ્રોલર્સનો શિકાર બની છે. એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, માસુમ છોકરી પુસ્તક તો સીધું પકડ

જાહ્નવી કપૂર

હરિન્દર સિક્કાનું પુસ્તક શ્રેષ્ઠ બેસ્ટ સેલર પુસ્તકોમાંથી એક છે. આ પુસ્તક એક કાશ્મીરી મહિલાના જીવન પર આધારિત છે. જે એક પાકિસ્તાનના યુવક સાથે લગ્ન કરે છે. અનેક પરિસ્થિતિ વચ્ચે જાસૂસીની કામગીરી કરે છે.

જાહ્નવી કપૂર
આ પુસ્તકની કહાની પર મેધના ગુલઝાર ફિલ્મ રાજી બનાવી છે. આ ફિલ્મમાં મહિલાના પાત્રમાં આલિયા ભટ્ટે રોલ નિભાવ્યો છે. વિક્કી કૌશલ પાકિસ્તાની પોલીસની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર સફળ રહી હતી.

જાન્હ્વી કપૂરે હાલમાં જ એક ફિલ્મ કારગિલ ગર્લનું શૂંટિગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ લડાકૂ વિમાન ઉડાવનારી દેશની પ્રથમ મહિલા પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં જાન્હ્વી મહિલા પાયલટ ગુંજન સક્સેનાની ભૂમિકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details