ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'જાદુ'ની 16 વર્ષ પછી ફરી એન્ટ્રી, ક્રિશ-4માં ઋતિક રોશન સાથે જોવા મળશે - Bollywood superhero Hrithik Roshan

બોલિવૂડની પહેલી સુપરહીરો ફ્રેન્ચાઇઝી ફિલ્મ ક્રિશ તેના ચોથા ભાગ સાથે કમબેક કરવાની તૈયારીમાં છે. ફિલ્મમાં ઋતિક રોશન ફરી એકવાર તેના 16 વર્ષ જૂના મિત્ર જાદુને મળશે.

Jadu's re-entry after 16 years
'જાદુ'ની 16 વર્ષ પછી ફરી એન્ટ્રી, ક્રિસ-4માં ઋતિક રોશન સાથે જોવા મળશે

By

Published : May 23, 2020, 2:42 PM IST

મુંબઈ: બોલીવૂડના સુપરહીરો ઋતિક રોશન કે જેણે સતત સુપરહિટ ફિલ્મો આપી છે તે હવે તેના એલિયન દોસ્ત જાદુ સાથે આગામી ફિલ્મ ક્રિશ-4માં કામ કરશે. મોટા સ્તર પર બનાવવામાં આવનારી આ ડ્રામા ફિલ્મ, મોસ્ટ પોપ્યુલર ક્રિશ ફ્રેન્ચાઇજીનો ચોથો ભાગ છે.

નિર્માતાઓના નજીકના એક સોર્સે ખુલાસો કર્યો કે, રાકેશ રોશન અને ઋતિક તેમના લેખકોની ટીમ સાથે મળીને ક્રિસ ફિલ્મનો આગળનો ભાગ બનાવવા માટે વિચારી રહ્યા છે, અને ફાઇનલી એક વિચાર કર્યો છે કે ક્રિસ સીરીઝમાં જાદુ ઘણો મહત્વનો છે અને રોહિત મેહરા ક્રિસ-3માં મરી રહ્યો છે, તેથી તેને લાગ્યું કે ખાસ શક્તિઓ સાથે ક્રિસને જાદુ સાથે મળાવવાનો આ યોગ્ય સમય છે.

સૂત્રએ માહિતી આપી કે રાકેશ અને ઋતિક રોશન સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે અને જલ્દીથી આ ફિલ્મ શરૂ કરવાની યોજના છે. સુત્રએ વધુમાં કહ્યું કે તેઓ પશ્ચિમના નિષ્ણાતો સાથે ફિલ્મ કેટલી મોટી હશે તેમજ તેના વિઝ્યુઅલ અને બાકીના તકનીકી મુદ્દાઓ વિશે ચર્ચા કરી રહ્યાં છે.

જાદુને 16 વર્ષ પછી સ્કીન પર પાછો લાવવાની યોજના અંગે સંકેત આપતા ઋતિકે કહ્યું કે હા, હવે દુનિયાને પણ જાદુની જરૂર છે.

અગાઉના એક ઇન્ટરવ્યુમાં ઋતિકે કહ્યું હતું કે તેણે પિતાની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનુ કહેવુ હતું કે ફ્રેન્ચાઇઝી અમારા હૃદયની નજીક છે, તેથી જ્યારે મારા પિતાની તબિયત સારી ન હતી, ત્યારે અમે ફિલ્મ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે તે સ્વસ્થ છે અને ફરીથી કામ કરવા તૈયાર છે. જેથી અમે ફરીથી ફિલ્મ બનાવવાનુ વિચારી રહ્યા છીએ.

ક્રિસ-4ને ખૂબ જ મોટો પ્રોજેક્ટ ગણાવતા ઋતિકે કહ્યું કે હું શૂટિંગ ક્યારે શરૂ કરીશ તે હું કહી શકતો નથી કારણ કે તે એક મોટો પ્રોજેક્ટ છે, જ્યારે બધું બરાબર થઇ જશે ત્યારે અમે શૂટિંગ શરૂ કરીશું

290 કરોડના વિશ્વવ્યાપી કલેક્શન સાથે ક્રિસ-3 ફ્રેન્ચાઇઝીની સૌથી સફળ ફિલ્મ છે.

ABOUT THE AUTHOR

...view details