મુંબઈ: બૉલીવુડની સનશાઇન ગર્લ જેકલીન ફર્નાન્ડિઝ મહામારીને કારણે થયેલા લોકડાઉન દરમિયાન પણ સમયનો સદઉપયોગ કરી રહી છે.
લોકડાઉનના સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેરણા પણ લોકોને આપવાનું પસંદ કરે છે! જ્યારે જેકલીનને લોકડાઉન દરમિયાન વ્યસ્ત હોવાના તેના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, હા, મારી ફિલ્મની રિલીઝ, પ્રમોશન, સલમાન સાથેનું સોંગ, બાદશાહ સાથેનું સોંગ, મેગેઝિન શૂટ અને હવે ડાન્સ શો, જ્યારે કામની વાત આવે છે, ત્યારે મને લાગતું નથી કે હું લોકડાઉનમાં છું. સારું છે,કે આ બધું હું કરી રહી છું.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હું વ્યક્તિગત રૂપે પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરી રહી છું. અને મારી જાતને વ્યસ્ત રાખવા માટે હું કામ કરી રહી છું. હું શક્ય તેટલું પ્રોડક્ટિવ બની રહેવા પ્રયત્ન કરું છું. ઘરે રહેવું અને મારા રોજિંદા કામ માટે બહાર ન જવું, એકંદરે તે દરેક માટે મુશ્કેલ સમય રહ્યો છે, પરંતુ હું ખુબ ભાગ્યશાળી છું કે, હું મારી જાતને વ્યસ્ત રાખવામાં સક્ષમ રહી શકું છું. આપણે આ સમયનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. તે જ સમયે, હું આશા રાખું છું કે આ મુશ્કેલ સમય જતા રહેતા, આપણે બધા ફરી એકવાર આપણા સામાન્ય જીવનની શરૂઆત કરીશું.
જેક્લીન છેલ્લા કેટલાક દિવસોથી તેની રિલીઝ થયેલી ફિલ્મ 'મિસિઝ સીરીયલ કિલર'ના પ્રમોશનમાં વ્યસ્ત હતી.
સુપરસ્ટાર સલમાન ખાન સાથે 'તેરે બીના' ઉપરાંત અભિનેત્રીએ 'મેરે અંગને મેં' અને 'ગેંદા ફૂલ' જેવા કેટલાક હિટ સોંગમાં જોવા મળી છે. તેણે લોકડાઉન દરમિયાન પ્રેક્ષકોના મનોરંજન માટે 'હોમ ડાન્સર' નામનો શો પણ શરૂ કર્યો છે. જેમાં તે શોની હોસ્ટ હતી.