- 200 કરોડની છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ હાજર થશે
- અભિનેત્રીને પૂછપરછ માટે દિલ્હીમાં ED ઓફિસમાં બોલાવવામાં આવી હતી
- જેકલીનને દેશની બહાર જવાની પરવાનગી નથી
ન્યુઝ ડેસ્ક:બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ (money laundering case against jacqueline) ઓછી થવાનું નામ નથી લઈ રહી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ 200 કરોડથી વધુના મની લોન્ડરિંગ કેસમાં વારંવાર પૂછપરછ માટે અભિનેત્રીને સમન્સ (ED issues summons jacqueline fernandez) મોકલી રહ્યું છે. નોંધનીય છે કે શનિવારે ફરી એકવાર અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
જેકલીનને EDએ મુંબઈ એરપોર્ટ પર રોકી હતી
અગાઉ 8 ડિસેમ્બરે અભિનેત્રીને પૂછપરછ માટે દિલ્હીમાં ED ઓફિસમાં બોલાવવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. અભિનેત્રીએ ફરી એકવાર આ કેસમાં પોતાની સંડોવણીના તમામ આરોપોને ફગાવી દીધા હતા. જેકલીનને દેશની બહાર જવાની પરવાનગી નથી, આવી સ્થિતિમાં, અભિનેત્રી 5 ડિસેમ્બરે વિદેશ ટૂર પર જઈ રહી હતી, પરંતુ EDએ અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. આ પછી, સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને 8 ડિસેમ્બરે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું.
જેકલીન પણ ટૂંક સમયમાં આ ટૂરનો ભાગ બનશે, સલમાને કરી પુષ્ટિ
જેકલીન એક્ટર સલમાન ખાનના દબંગ ટૂર માટે સાઉદી અરેબિયા જઈ રહી હતી. આ ટૂર 10 ડિસેમ્બરથી રાજધાની રિયાધથી શરૂ થયો છે. શુક્રવારે, સલમાન ખાને રિયાધથી આ વાતની પુષ્ટિ કરી હતી કે જેકલીન પણ ટૂંક સમયમાં આ ટૂરનો ભાગ બનશે.