મુંબઈ: બોલિવૂડના શાનદાર અભિનેતા જેકી શ્રોફનો એક રમૂજી વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે જીવનની ફિલોસોફી સમજાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ અભિનેતા, નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ જેકીનો આ વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં તેણે લખ્યું કે, 'મને હંમેશાં જગ્ગુ દાદા ગમ્યાં છે કારણ કે તે કેમેરાની પાછળ પણ એક વાસ્તવિક હીરો છે.' તેમણે તેમની શૈલીમાં લખ્યું છે, 'લાઇફ ગોને કા બસ ક્યા ભીડૂ, સબ પોસિબલ હે, બાકી સબ ક્યા - જગ્ગૂ દાદા'
જેકી શ્રોફનો ફની વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ - જેકી શ્રોફનો એક ફની વીડિયો
જેકી શ્રોફનો એક ફની વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેને નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જેકી જીવનની ફિલોસોફી સમજાવતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં, જીવન વિશેના સકારાત્મક તરફ ધ્યાન આપવાની બાબતો કહેવામાં આવી રહી છે. આ વીડિયોમાં જેકીને કહેતા જોવામાં આવે છે - સારા સારા નિકળી ગયા,જીવવું અને મરવું, કોઈ આવે છે તો કોઇ અને જાય પણ છે, તો આવી સ્થિતિમાં, તેના વિશે દુ:ખ કરવાની જરૂર નથી અને આવી રીતે વસ્તુઓમાં સંતુલન બની રહે છે.
જણાવી દઈએ કે આ લોકડાઉન વચ્ચે જેકી શ્રોફ મુંબઈ અને પુણે વચ્ચેના તેમના ફાર્મહાઉસમાં અટવાઈ ગયા છે. આ ફાર્મહાઉસમાં જેકી એકલા છે અને તેની પત્ની આયેશા, પુત્ર ટાઇગર અને પુત્રી ક્રિષ્ના મુંબઈ છે.