મુંબઇ: કરણ જોહરે ઓગસ્ટ 2018 માં તેની ફિલ્મ 'તખ્ત' ની જાહેરાત કરી હતી. ત્યારથી, આ પ્રોજેક્ટની વારંવાર ચર્ચા કરવામાં આવે છે. ક્યારેક કાસ્ટિંગ તો ક્યારેક લોકેશનને લઇને. હવે સમાચાર આવ્યા છે કે અભિનેતા જાવેદ જાફરી આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવશે.
આ ફિલ્મ મુઘલ શાસક ઔરંગઝેબ અને તેના ભાઈ દારા શિકોહના સંબંધોની છે. જાવેદ જાફરી ઔરંગઝેબના પિતા શાહજહાંના દરબારના કાઝીની ભૂમિકામાં જોવા મળશે. તેમણે કહ્યું કે, 'હું શાહજહાંના દરબારમાં મુખ્ય કાઝીની ભુમિકામાં જોવા મળીશ. હું તે કાઝી છું જેની પાસે તમામ ધાર્મિક બાબતોની જવાબદારી છે. આ ખૂબ જ દમદાર રોલ છે.
તખ્ત એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે. જેમાં મહત્વના પાત્રોમાં વિકી કૌશલ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, જાન્હવી કપૂર અને ભૂમિ પેડનેકર છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે.
કરણ જોહર પ્રથમ વખત કોઈ પીરિયડ ડ્રામા ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. તેણે ફેબ્રુઆરીમાં ફિલ્મનો પહેલો લૂક ટ્વિટર પર શેર કર્યો હતો.તમને જણાવી દઈએ કે 56 વર્ષના જાવેદ જાફરીએ 1985 માં ફિલ્મની સફર 'મેરી જંગ' થી શરૂ કરી હતી.'100 દિવસ', 'જજંતરમ મમંતરમ', 'ધમાલ' તેમની કારકિર્દીની કેટલીક મહત્વપૂર્ણ ફિલ્મો છે.તાજેતરમાં તે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'મસ્કા' માં જોવા મળ્યો હતો.જાવેદ આ વર્ષે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સૂર્યવંશી અને વરુણ ધવન અભિનીત કુલી નંબર 1 માં જોવા મળશે.