ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રભાસની આગામી ફિલ્મમાં કામ કરી રહી છે ભાગ્યશ્રી, જાણો કઈ છે ફિલ્મ? - 'મેંને પ્યાર કિયા' અભિનેત્રી ભાગ્યશ્રી

ભાગ્યશ્રી એક દાયકા પછી મોટા પડદા પર ફરી આવવાની તૈયારીમાં છે. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની આગામી ફિલ્મના પાત્ર વિશે વાત કરી હતી. આ ફિલ્મમાં તે પ્રભાસ સાથે જોવા મળશે.

film
પ્રભાસની

By

Published : Feb 24, 2020, 1:50 PM IST

મુંબઇ : 'મેંને પ્યાર કિયા' અભિનેત્રી ભાગ્યશ્રી એક દાયકા પછી ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે. તેણે કહ્યું હતું કે, આ ફિલ્મમાં તેની ભૂમિકા એક 'સરપ્રાઇઝ પેકેઝ' છે.

ભાગ્યશ્રીની પાઇપલાઇનમાં ત્રણ ફિલ્મો છે - કિટ્ટી પાર્ટી, 2 સ્ટેટ્સની તેલુગુ રિમેક, જેમાં તે હિન્દી ફિલ્મમાં રેવતીએ ભજવેલી ભૂમિકા અને પ્રભાસની આગામી ફિલ્મ 'પ્રભાસ 20' માં મુખ્ય ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું કે, 'પ્રભાસ 20' એક સરપ્રાઇઝ પેકેઝ છે. આ અભિનેત્રીએ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મની શરૂઆત કરી હતી. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકોને દરેક ફિલ્મમાં એક નવી ભાગ્યશ્રી જોવા મળશે. કારણ કે, મને અલગ- અલગ પાત્ર કરવામાં મજા આવે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેણે એક ફિલ્મ સાઇન કરી છે. જે હિન્દીમાં છે. તેણે કહ્યુ કે, જયાં સુધી નિર્માતા આ ફિલ્મની જાહેરાત ન કરે ત્યાં સુધી તે તેના વિશે વાત કરી શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details