મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે રિયા ચક્રવર્તી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રિયા સુશાંતને કેટલાક સયમથી ઝેર આપી રહી હતી. કે.કે. સિંહની માંગ છે કે, તપાસ એજન્સી રિયા અને તેમના સાથીઓની ધરપકડ કરવી જોઈએ. સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણી ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે. જ્યાં સીબીઆઈ ટીમ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહે ટ્વીટ કરી કહ્યું કે, હજુ પણ ગુનેગારોને કસ્ટડીમાં લેવાની રાહ કેમ જોઇ રહ્યાં છીએ?
સુશાંતના પિતાનો આરોપ-હત્યારી છે રિયા સ્વર્ગસ્થ ભાઈ માટે પ્રાર્થના સભા
તમને જણાવી દઈએ કે, 23 ઓગસ્ટના રોજ સુશાંતસિંહ રાજપૂત માટે આયોજિત વર્ચુઅલ પ્રાર્થના સભામાં 101થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. કીર્તિએ શનિવારે સુશાંત માટે એક વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે, મારી પાસે મારા ભાઈના મોત બાદ પ્રશંસકો અને શુભચિંતકોની સમર્થન શક્તિ છે.
સુશાંત કેસમાં ડ્રગ્સ ક્નેકશન
મળતી જાણકારી મુજબ, સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. આ મુદ્દાને લઈ સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું કે, અભિનેતાના મગજને નિયંત્રિત કરવા માટે ગર્લ્ડફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ કોઈ પણ જાણકારી વગર તેમને ડ્રગ્સ આપ્યું હતું. બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા અને અન્ય લોકો પર ડ્રગ્સનો ઉપયોગ અને ધંધો કરવા બદલ કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો: સુશાંત કેસમાં રિયાના વકીલે કહ્યું કે, રિયા કોઈપણ ટેસ્ટ માટે તૈયાર
સિદ્ધાર્થ પિઠાણી સાથે પુછપરછ
સીબીઆઈએ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે તેમની સાથે ફ્લેટમાં રહેનાર તેમના મિત્ર સિદ્ધાર્થ પિઠાણી સાથે સતત પૂછપરછ કરી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સાંતાક્રૂજના કલિના સ્થિત ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં છેલ્લા કેટલાક દિવસોથી પિઠાણીની પૂછપરછ ચાલી રહી છે. આજ ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ ટીમ રોકાયેલી છે. સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના બાંદ્રા સ્થિત માંટ બ્લેક એપાર્ટમેન્ટમાં તેમના ફૈલ્ટમાં આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. એ સમયે ફ્લેટમાં પિઠાણી સાથે રસોઈયો નીરજસિંહ અને સહાયક દીપેશ સાંવત હાજર હતાં.